મોડાસા, તા.ર૪
ભિલોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એચ.પરમારને રાજસ્થાન રાજ્યમાંથી મારૂતિ ફ્રન્ટી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે વોચમાં ઉભા હતા. બાતમી આધારિત મારૂતિ ફ્રન્ટી કાર (ગાડી.નં- ય્ત્ન ૧૮ છઝ્ર ૩૬૨૫) પસાર થતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભાગવતા પોલીસે પીછો કરતા કારમાં સવાર બુટલેગરો મઉં ગામ નજીક કાર મૂકી ડુંગરોમાં ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન કુલ નંગ-૧૫૬ કીં.રૂ.૫૦૪૦૦/-નો જપ્ત કરી મારુતિ ફ્રન્ટી કીં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૧૫૦૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કારમાંથી ભાગવામાં સફળ રહેલા બે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.