(એજન્સી) તા.૧૧
એક વિદ્યાર્થી, એક ખાદ્ય ચીજવસ્તુઓ વેચનાર, એક સર્જનાત્મક નિર્માતા, એક વૈજ્ઞાનિક. આ બધામાં સામાન્ય વાત એ છે કે તેમણે ગત શિયાળામાં નાગકતા સુધારા કાયદા સામે વિરોધ દેખાવોમાં ભાગ લીધો હતો.મહિનાઓ બાદ દિલ્હી પોલીસે વિવાદી રમખાણ કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવ્યાં હતા.
દિલ્હી પોલીસનો આક્ષેપ છે કે ફેબ્રુ.માં નરેન્દ્ર મોદીને ઉથલાવવા માટે નાગરિકતા સુધારા કાયદાના વિરોધ કરનારા દેખાવકારો દ્વારા ઘડવામાં આવેલી સાઝીશના કારણે ભારતની રાજધાનીમાં કોમી હિંસા થઇ હતી. ૭૦થી વધુ દેખાવકારોની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે અત્રે તેમાંના એક દેખાવકારે પોતાની કેફીયત રજૂ કરી છે.
ડિસે.૨૦૧૯માં જ્યારે નાગરીકતા સુધારા કાયદા વિરૂદ્ધ દેખાવો શરૂ થયાં ત્યારે દીનેશ અબ્રોલને એ વાતની ખુશી હતી કે યુવાનોને માત્ર પોતાની કારકિર્દી અંગે જ દરકાર છે એવું નથી, પરંતુ સમાજ અંગે પણ ચિંતિત છે. અમારી પેઢીના ઘણા લોકો એવું માનતા હતાં કે યુવાનોને સમાજ અંગે ચિંતા નથી એવું ૬૭ વર્ષના જેએનયુ ખાતેના વિજ્ઞાનના પ્રો.દિનેશ અમરોલે જણાવ્યું હતું કે જેઓ દિલ્હી સાયન્સ ફોરમ સાથે પણ જોડાયેલા છે.
૧૯૭૦માં જેએનયુ ખાતે એક યુવાન પીએચડી તરીકે તેમણે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ કટોકટીનો પણ વિરોધ કર્યો હતો અને ત્યારથી તેઓ સામાજિક ચળવળમાં જોડાયેલા છે. ૨૮, ડિસે.દીનેશ અબ્રોલ ફિલ્મ નિર્માતા શબા દીવાન, રાહુલ રોય દ્વારા સર્જવામાં આવેલ વોટ્‌સએપ પર દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ ગ્રુપમાં જોડાયાં હતા. દિલ્હી પોલીસ હવે એવું માને છે કે આ ગ્રુપ હવે સાઝીશના મુખ્ય કેન્દ્ર તરીકે હતું કે જેને કારણે રમખાણો થયાં હતાં.
જુલાઇમાં અબ્રોલને પણ પૂછપરછ માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા બોલાવવામાં આવ્યાં હતાં.પોલીસે તેમને જણાવ્યું હતું કે દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ ગ્રુપે હિંસા ભડકાવવા માટે નોર્થ ઇસ્ટ દિલ્હીમાં ચક્કાજામ કરવા સાઝીશ ઘડી હતી. અબ્રોલે જણાવ્યું કે મે તેમને કહ્યું હતું કે ક્યાંય કોઇ ચક્કાજામ થયા ં ન હતાં. દિલ્હી પોલીસે અબ્રોલની ૪૫ મિનિટ પૂછપરછ કરી તેમને જવા દીધાં હતાં.
અબ્રોલે જણાવ્યું હતું કે જો તમે નબળા કે દોષિત હો તો તમારા પર દબાણ લાવી શકે પરંતુ અમે નબળા કે દોષિત નથી. માત્ર અસંમતિ કે પ્રતિકારનું અપરાધીકરણ કરવામાં આવી રહ્યું છે.