(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગતરોજ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને બોલાવી મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં દરિયાપુરના આખાબોલા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાની બેબાકવાણી અને પ૬”ની નહી પરંતુ ૧પ૬”ની છાતીના દર્શન કરાવી પ્રથમ તો સરકારની, પોલીસ તંત્રની અને આરોગ્ય વિભાગની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ પોલીસ અને આરોગ્ય વિભાગના સર્વોચ્ચ પદે બિરાજમાન અધિકારીઓ તેમની પ્રેસ બ્રીફિંગમાં સમુદાય આધારિત આંકડાઓ આપી રહ્યા છે. તે બંધ કરાવવા વિનંતી કરી હતી.
ધારાસભ્ય શેખે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, પોલીસ અને આરોગ્યતંત્રના સર્વોચ્ચ વડા મીડિયા સમક્ષ સમુદાય આધારિત બ્રીફિંગ કરતાં હોવાથી અન્ય સમાજમાં અવિશ્વાસનું વાતાવરણ પેદા થઈ શકે છે. ઉપરાંત ભવિષ્યમાં લિચિંગ જેવી ઘટના પણ વધી શકે આથી આ પ્રકારનું બ્રીફિંગ બંધ કરાવવું જોઈએ. તબ્લીગ જમાતના લોકો અંગે શોધી લાવ્યા, પકડી લાવ્ય, છુપાઈ ગયા તેવા શબ્દો જે વાપરવામાં આવે છે. તે અંગે નારાજગી વ્યક્ત કરી ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરીને થોડી આવ્યા છે કે, આ પ્રકારના શબ્દો વાપરવામાં આવે છે ? અમે તો સામે આવીને પોલીસ પાસે લિસ્ટ માગ્યું હતું કે, તમે નામ આપો અમે શોધી લાવીને સામેથી હાજર કરીશું તેમ જણાવ્યું હતું. પ્રજામાં હાલ જે અવિશ્વાસનું વાતાવરણ ઊભુ થયું છે. તેનું કારણ લોકોમાં એનપીઆર અને એનઆરસીની જે સમગ્ર ઘટના બની તે છે. આથી લોકો સહકાર નથી આપતા આ તો અમે લોકોએ પ્રજાને સમજાવી વિશ્વાસમાં લીધા અને તપાસ કરવા રાજી કર્યા હતા. મુસ્લિમ વિસ્તારોમાં કોરોનાના કેસો વધવાનું કારણ શું તેવા મુખ્યમંત્રીના પ્રશ્નના જવાબમાં ગ્યાસુદ્દીન શેખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વસ્તીથી ગીચતા અને આર્થિક સંકડામણના કારણે લોકોને મજબૂરીવશ નાના મકાનોમાં રહેવું પડે છે. સામાન્ય દિવસોમાં તો પુરૂષ વર્ગ કામધંધા નોકરીએ જાય, વિદ્યાર્થીઓ ભણવા ગયા હોય એટલે વાંધો ન આવે પરંતુ હાલ ૧૦૦ ટકા લોકો ઘરમાં જ હોય ત્યારે ર૪ કલાક નાના મકાનોમાં પુરાઈ રહેવું કોઈનેય પસંદ ન પડે એટલે બહાર આવે એટલે ટોળા ભેગા થવાના જ છતાં મે અને ઈમરાન ખેડાવાલા તથા જેતે વિસ્તારના મુસ્લિમ કાઉન્સિલરો અને આગેવાનોએ લોકોને ખૂબ જ સંયમપૂર્વક લોકોને લોકડાઉનના પાલન કરવા સમજાવ્યા હતા. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રમઝાન માસમાં પ્રજાને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી ભારે મુખ્યમંત્રીએ રમઝાન ક્યારે છે તેમ પુછ્યું હતું આથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ર૪ કે રપ એપ્રિલથી રમઝાન શરૂ થાય તે પહેલા બધું પતી જાય તે માટે વિનંતી કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જો કોરોનાના કેસો કાબૂમાં આવશે તો વિચારીશું પરંતુ પ્રજાનું સમર્થન મળવું જોઈએ ત્યારે ધારાસભ્યએ મુસ્લિમ સમાજ વતી ખાતરી આપી હતી.
પોલીસ અને આરોગ્ય વિભાગના વડા પ્રેસ બ્રીફિંગમાં સમુદાય આધારિત આંકડાઓ આપવા બંધ કરે

Recent Comments