અમદાવાદ, તા.૧૪
શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ બે પીએસઆઈ સામે છેડતી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. જો કે, અગાઉની અદાવતમાં પરિણીતાએ પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી હોવાની ચર્ચા તેજ બની છે પરંતુ સત્ય શું છે ? તે તો તટસ્થ તપાસ બાદ જ બહાર આવશે અથવા કુલડીમાં ગોળ ભંગાય તો નવાઈ નહીં.
વાડજ પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ કર્મચારી વિવાદમાં આવ્યો છે. એક પરણિતાએ પીએસઆઈ પર શારીરીક છેડતીનો આરોપ કર્યો છે. ઘટના કંઈક એવી છે કે, વાડજ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજવતા પીએસઆઈ આર આર મિશ્રા વિરૂદ્ધ પરણિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. નવ મહિના પહેલા પરિણીતાના પતિ ગુમ થયા હતા ત્યારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પીએસઆઈ આર.આર. મિશ્રાએ વૉટ્‌સએપ મેસેજ અને આશ્રમ રોડ ખાતે આવેલ એક હોટેલમાં તેને બોલાવી હતી અને તેની સાથે શારીરિક બળજબરી કરી હતી. ત્યારે બીજા પીએસઆઈ સામે ફરિયાદ ન નોંધવા માટે ધાક ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
આ ઘટનાના નવ મહિના બાદ ફરી ફરિયાદ કરવા પાછળ બદલો લેવાની ભાવના હોવાની પોલીસ બેડામા ચર્ચા થઈ રહી છે. વાડજ પોલીસ સ્ટેશનમા થોડા દિવસ અગાઉ મુકુન્દસિંહ રહેવર નામના એક પોલીસ હેડ કોન્સ્ટેબલને નશાની હાલતમાં ઝડપી પાડી ગુનોં નોંધ્યો હતો. જે ગુનાની તપાસ વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર. મિશ્રા કરી રહ્યા હતા.
પોલીસ હેડ કોન્સેટબલ દારૂના નશામાં હોવાની જાણ પણ મહિલાએ કરી હતી અને છેડતીનો આરોપ લગાવ્યા બાદ ફરિયાદ પાછી ખેંચી હોવાનું સામે આવ્યું હતું. પંરતુ પીએસઆઈ મિશ્રાએ દારૂના નશાનો કેસ કરતા જેની અદાવત રાખીને પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકુન્દસિંહ રહેવર મહિલાને કહીને પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું મનાઇ રહ્યું છે.