પત્રકાર સિદ્દિક કપ્પનની
પત્ની રૈહાનાથ.
(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
મથુરા જેલમાં બંધ પત્રકાર સિદ્દિક કપ્પનની પત્ની રૈહાનાથ સિદ્દિકે આરોપ લગાવ્યો છે કે યુપી પોલીસ જેલમાં તેના પતિ પર ત્રાસ ગુજારી રહી છે. કેરળના કોઝિકોડ ખાતે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા તેણીએ આ આરોપો લગાવ્યા હતા. કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ (દ્ભેંઉત્ન) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રૈહાનાથ અને તેના ભાઈ હમઝાએ પણ મુખ્યમંત્રી પિનરાય વિજયનને આ મામલે દખલ કરવાની અપીલ કરી હતી. રૈહાનાથ અને હમઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં તિરૂવનંથપુરમમાં રાજ્ય સચિવાલયની સામે ધરણા શરૂ કરશે, જેથી મુખ્યમંત્રી પર દબાણ આવે કે તેઓ આ મુદ્દો તેમના યુપીના સમકક્ષની સામે ઉઠાવે અને કપ્પનને છૂટો કરવાની માંગ કરે. યુપી પોલીસે કપ્પનને કહ્યું હતું કે જો તે કહેશે કે તેને ઝ્રઁસ્ દ્વારા હાથરસ મોકલવામાં આવ્યો હતો અને તે ઝ્રઁસ્ના કોઈપણ સાંસદનું નામ લેશે તો તે બચશે. રૈહાનાથ અને હમઝાના અનુસાર કપ્પનને એ પણ પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી તેમના ઘરે કેમ આવ્યા હતા અને શું તેઓએ બીફ ખાધું હતું. રૈહાનાથે જણાવ્યું હતું કે કપ્પન પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેણે કહ્યું કે તે રિપોર્ટિંગ કરવા માટે હાથરસ જઈ રહ્યો છે, ઝ્રઁસ્ કે અન્ય કોઈ નેતા વતી નહીં. કપ્પને પોલીસને એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમના ઘરે આવ્યા ન હતા પરંતુ તેઓ (કપ્પન) પોતે રાહુલ ગાંધીને મળવા વાયનાડ ગયા હતા. કપ્પનની યુપી પોલીસે ૫ ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી જ્યારે તે હાથરસ દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાના રિપોર્ટિંગ માટે જઈ રહ્યો હતો. તેના પર ેંછઁછ સહિતના અનેક આરોપો પર કેસ દાખલ કરાયો છે. તે જુદી જુદી મલયાલી ભાષાની વેબસાઇટ્સ માટે ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરતો હતો. તે કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ્સ (દ્ભેંઉત્ન), દિલ્હી પ્રકરણના મહામંત્રી પણ છે. દ્ભેંઉત્ન સુપ્રીમ કોર્ટમાં તેનો કેસ લડી રહી છે.
(સૌ. : ઈન્ડિયા ટુમોરો)
Recent Comments