ઉધના દરવાજાથી સિવિલ ચાર રસ્તા વચ્ચેનો બનાવ

(સવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સુરત આવેલા ગોધરાના ભંગારના વેપારીઍ ઉધના દરવાજાથી અઠવાગેટ જવા માટે ભાડે રીક્ષા કરી હતી. જાકે રીક્ષા ચાલક ટોળકીઍ સિવિલ ચાર રસ્તા સુધીમાં વેપારીને આગળ પાછળ ઘસવાનુ કહી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી હરાજીના ડીપોઝીટ પેટેના રાખેલા રોકડા ૧ લાખ ચોરી લીધા બાદ રસ્તામાં આગળ પોલીસ ઉભા છે હોવાનુ કહી ઉતારી નાસીશ્વ ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ ગોધરાના વાલી ફળિયામાં રહેતા અહેમદ અબ્દુલા વાલી (ઉ.વ.૭૨) ભંગારનો ધંધો કરે છે. અહેમદ વાલી ગતશ્વ.તા ૫મી ડિસેમ્બરના રોજ પાંડેસરા, સચીન, સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા વિવિધ ગુનાના કામે કબજે કરવામાં આવેલા વાહનોની હરાજીમાં ભાગ લેવા માટે ડીપોઝીટના રૂપિયા ઍક લાખ લઈને સુરત આવ્યા હતા. હરાજીની ડિપોઝીટના પ્રોસેસર કરતા પહેલા મામલતદાર કચેરીમાં તેમનું કામ હોવાથી બપોરના બાર વાગ્યે ઉધના દરવાજાથી અઠવાગેટ જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલાથી જ ત્રણ મુસાફરો બેઠા હતા. રીક્ષા ચાલક ટોળકીઍ અહેમદ વાલીને પાછળ બેસાડ્યા હતા. દરમિયાન ચાલુ રીક્ષામાં ટોળકીઍ અહેમદ વાલીને બેસવાનું ફાવતુ નથી હોવાનુ કહી આગળ પાછશ્વળ ખસવાનું જણાવી તેમની નજર ચુકવી પેન્ટના ખિસ્સામાં પ્લાસ્ટીકની થેલીમાંથી રૂપિયા ૧ લાખ ચોરી લીધા હતા ત્યારબાદ સિવિલ ચાર રસ્તા પાસે પહોદ્વચતા આગળ પોલીસ છે હોવાનુ કહી રસ્તામાં ઉતારી નાસી ગયા હતા. અહેમદ વાલીને તેમના પૈસા ચોરાયા હોવાની ખબર પડે તે પહેલા રીક્ષા ચાલક ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી. દરમિયાન અહેમદ વાલી ગઈકાલે મંગળવારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલી વાહનોની હરાજીમાં પણ ભાગ લેવા માટે ગયા હતા ત્યારે પોલીસને તેમની સાથે બનેલા ચોરીના બનાવ ્‌અંગેની વાત કરી હતી. બનાવ તેમની હદમાં બન્યો હોવાથી ખટોદરા પોલીસે અહેમદ વાલીની ફરિયાદ લઈ રીક્ષા ચાલક ટોળકી સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા હતા.