(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોરોના વાયરસના કારણે જ્યાં સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ છે તો ત્યાં બિહારમાં વિધાનસભા ચૂંટણી અને ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી અંગે રાજનૈતિક ધમાસાણ જારી છે. બિહારમાં મહામારી અને લોકડાઉનની વચ્ચે તમામ પાર્ટીઓએ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. આ વાત અંગે બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા પ્રકાશ રાજે ટ્વીટ કર્યું કે જેમાં તેમણે પોતાની ટ્વીટમાં તેમણે જણાવ્યું કે પ્રવાસી પગપાળા ચાલી શકે છે, મધ્યમ વર્ગ શાંતિથી મરી શકે છે, અર્થવ્યવસ્થા નષ્ટ થઈ શકે છે પરંતુ રાજનૈતિક દળ બિહારમાં પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રકાશ રાજે પોતાની ટ્વીટમાં ગુજરાતની રાજનૈતિક સ્થિતિ પર નિશાન સાધ્યું તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યું છે સાથે જ લોકો તેની પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. પોતાની ટ્વીટમાં તેમણે લખ્યું પ્રવાસી પગપાળા ચાલી શકે છે, મધ્યમ વર્ગ શાંતિથી મરી શકે છે. અર્થવ્યવસ્થા નષ્ટ થઈ શકે છે જ્યારે રાજનૈતિક પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે ગુજરાતમાં ધારાસભ્યોને રિસોર્ટમાં શિફટ કરવામાં આવી રહ્યા છે. જે વસ્તુ સારી રીતે કરી શકે છે તે કરી રહ્યા છે. જણાવી દઈએ કે બિહારમાં સત્તાધારી ભાજપ-જેડીયુ અને વિપક્ષ રાષ્ટ્રીય ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. ત્યાં ગુજરાતમાં ૧૯ જૂને થનારી રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજકીય હિલચાલ ઝડપી થઈ ગઈ છે. ત્રણ ધારાસભ્યોના રાજીનામા પછી કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે સતર્કતા દાખવી રહી છે. રવિવારે ગુજરાત કોંગ્રેસે પોતાના ૧૯ ધારાસભ્યોને રાજસ્થાનના એક રિસોર્ટમાં રહેવા માટે મોકલી દીધા છે. પ્રકાશ રાજની વાત કરીએ તો તેઓ લોકડાઉન દરમિયાન જરૂરતમંદોની મદદ કરી રહ્યા છે. તેનાથી અલગ પોતાના વિચારો અંગે પણ ઓળખવામાં આવે છે.
પ્રકાશ રાજનો બિહાર અને ગુજરાતની રાજકીય સ્થિતિ પર કટાક્ષ, પ્રવાસી પગપાળા ચાલી શકે છે, મધ્યમ વર્ગ મરી શકે છે, જ્યારે નેતા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

Recent Comments