(એજન્સી)

નવી દિલ્હી, તા.૧૩

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત અને શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારની વચ્ચે નિવેદનોનો સમય સતત જારી છે. બીએમસી દ્વારા તેમની ઓફિસમાં તોડ-ફોડ કર્યા પછીથી જ કંગના રાણાવત ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરી રહી છે. બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉત પણ અભિનેત્રી પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન કંગના રાણાવત અંગે સાઉથના સુપરસ્ટાર અને બોલિવૂડ અભિનેત્રી પ્રકાશ રાજે એક ટિ્‌વટ કર્યું છે, જે ઘણું વાયરલ થઈ રહ્યું છે. પ્રકાશ રાજે કંગના રાણાવતની મજાક ઊડાવતા એક મીમને પોતાના ટ્‌વીટર હેન્ડલ પર શેર કર્યું છે. મીમમાં કંગના રાણાવત સહિત શાહરૂખખાન, દીપિકા પાદુકોણ, ઋતિક રોશન જેવા સેલેબ્સ જોવા મળી રહ્યા છે. આ મીમને પોસ્ટ કરી પ્રકાશ રાજે લખ્યું છે કે, “જો એક ફિલ્મ કરી કંગના રાણાવત પોતાને રાણી લક્ષ્મીબાઈ સમજે છે, તો દીપિકા પદ્માવત, ઋતિક અકબર, શાહરૂખખાન અશોકા, અજય ભગતસિંહ, આમીરખાન મંગળ પાંડે અને વિવેક મોદીજી છે.” પ્રકાશ રાજે આ રીતે કંગના રાણાવત અંગે આ મીમ શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસો દરમિયાન શિવસેના તરફથી નિશાન બનાવવા પર પર કંગના રાણાવતે જણાવ્યું હતું કે, તેમણે મણિકર્ણિકામાં રાની લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું અને મરાઠી લોકોનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. પ્રકાશ રાજ દ્વારા શેર કરવામાં આવેલ આ મીમ કંગના રાણાવતના તેજ નિવેદન પર બનાવવામાં આવ્યું છે. પ્રકાશ રાજે કંગના રાણાવતને વાય કેટેગરીની સુરક્ષા આપવા પણ પણ કટાક્ષ કર્યો હતો.