(એજન્સી) નવી દિલ્હી , તા.૧૯
નીટ ૨૦૨૦ના ટોપર શોેએબ આફતાબને સામાન્ય લોકોથી માંડી દેશના અગ્રણી લોકો અને અનેક હસ્તિઓ દ્વારા ટ્‌વીટ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હવે આ યાદીમાં વિશ્વ પ્રસિદ્ધ સંગીતકાર એ.આર.રહેમાન પણ જોડાયા છે. તેમણે ટ્‌વીટ કરી સોએબને અભિનંદન પાઠવ્યા હતા. રહેમાને શોેએબની સફળતા દર્શાવતાં સમાચાર અહેવાલો અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સંગીતકાર-ગાયક રહેમાને સફળતાને ચાર બિંદુઓમાં વ્યક્ત કરી હતી. તેમણે શિક્ષણ, જ્ઞાન, ઉત્થાન અને પ્રેરણા પર પ્રકાશ પાડયો હતો. જેનો ઉપયોગ તેમણે હેશટેગ તરીકે કર્યો હતો. ઓરિસ્સાના ૧૮ વર્ષીય સોએબ આફતાબે નીટના ઈતિહાસમાં અસારધારણ સિદ્ધિ નોંધાવી હતી. શોેએબે પ્રવેશ પરીક્ષામાં ૭૨૦માંથી ૭૨૦ ગુણ મેળવ્યા હતા. તેમણે આ સફળતા દ્વારા એક રેકોર્ડ સ્થાપ્યો છે. સોએબ અને તેમનો પરિવાર હાલ રાજસ્થાનના કોટામાં રહે છે. જ્યાં સોએબ આફતાબ છેલ્લા બે વર્ષથી એલન ઈન્સ્ટીટ્યુટમાં નીટની તૈયારી કરી રહ્યાં હતા. એક સમાચાર ચેનલ સાથેની મુલાકાતમાં સોએબે નાણાંકીય સંઘર્ષ અંગે વાત કરી હતી. તેમને વિશ્વાસ ન હતો કે, તેમનો પરિવાર કોટામાં કોચિંગ કલાસનો ખર્ચ ઉઠાવી શકશે. સોએબે જણાવ્યું હતું કે, મારા પિતા નિર્માણ વ્યવસાયમાં કામ કરતાં હતા. હું કોટામાં એલન કોચિંગમાં પ્રવેશ માટે યોગ્ય હતો. મારી માતાએ મારા સ્વપનને હકીકત બનાવવા માટે ઓરિસ્સાથી કોટામાં રહેવાનું નક્કી કર્યું હતું. જેથી હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરી શકું. શોેેએબે નીટની તૈયારી સાથે પોતાને પડેલી તકલીફ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યુંં હતું કે, હું સ્કૂલમાંથી સીધો મારા કોચિંગ કલાસ જતો હતો. મારો દિવસ સવારે છ વાગ્યે શરૂ થતો હતો અને સાંજે સાત વાગ્યે પૂરો થતો હતો. ત્યારબાદ હું આત્મ અધ્યન માટે બેથી ત્રણ કલાક સમર્પિત કરતો હતો.