(સંવાદદાતા દ્વારા)
ોસાલી, તા.૧૭
મોસાલી-તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર ઇર્ં કેમ્પ યોજવામાં આવતો હતો. જે સને-૨૦૦૭માં એકા-એક બંધ કરી દેવામાં આવ્યો હતો.આ કેમ્પ બંધ થતાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કેમ કે આ વિસ્તારની પ્રજાએ છેક ૬૦ કિલોમીટર દૂર આવેલા બારડોલી સુધી લંબાવવાનો વારો આવ્યો હતો. પરંતુ હાલમાં કોરોનાંની મહામારીને ધ્યાનમાં લઈ તથા બારડોલી ઇર્ં કચેરી ખાતે વધતી જતી ભીડને પગલે તથા પ્રજાજનોને પડતી અગવડતાને પગલે બારડોલી ઇર્ં કચેરીના અધિકારી મહેશભાઈ બગાલે જણાવ્યા મુજબ આ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચિત કર્યા બાદ આજે તારીખ ૧૭મી ઓગસ્ટના રોજ સોમવારે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ ખાતે આ ઇર્ં કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજે અનેક વાહનો જોવા મળ્યા હતા. પ્રજાજનોએ માંગ કરી છે કે હવે દર મહિને માંગરોળ ખાતે ઇર્ંની કેમ્પ યોજવામાં આવે સાથે જ આ કેમ્પમાં નંબરપ્લેટ ફીટીંગની કામગીરી પણ કરવામાં આવે એવી માંગ કરાઈ છે.
Recent Comments