અમદાવાદ,તા.૧૮
કેન્દ્ર સરકારના હાલના સળગતા પ્રશ્નો પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, યુવાનોને રોજગારી ખેડૂતોના દેવા માફી, રાફેલ કૌભાંડ, ઈવીએમ હટાવો લોકશાહી બચાવો, વગેરે મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર નિષ્ફળ છે. જયારે ગુજરાત સરકારમાં અનામત, મગફળી કૌભાંડ, બળાત્કાર કેસ, પોલીસ દમન સહિતના મુદ્દાઓ સળગતા છે. જે અંગે સરકાર ઉકેલ લાવી નથી. ત્યારે સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં સાયકલ રેલી કાઢીને કેન્દ્ર અને ગુજરાત સરકારની નિષ્ફળતાઓ સાથે વિરોધ કરવામાં આવશે. તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સપા ગુજરાતની બેઠકો પર ઝંપલાવશે. એમ સપાના ગુજરાતના પ્રભારી દયારામ યાદવે જણાવ્યું હતું.