વાપી, તા.૧૮
છેલ્લા બે માસના લોકડાઉનથી ધંધો રોજગાર પડી ભાંગેલ છે વેતનદારને પગારકપાતની આફત છે પ્રજા ખૂબજ મુશ્કેલીમાં મુકાઈ છે જ્યારે મોંઘવારી માર અસહાય છે તેવા સંજોગોમાં ભાજપની કેન્દ્ર સરકાર, અને ગુજરાત સરકાર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં ભાવ વધારો કરી ભાજપ સરકાર પ્રજા પ્રત્યે વેદના દાખવેલ નથી.
આવા મુશ્કિલ સમય સમયમાં પ્રજા સાથે હંમેશા ઊભી રહેનાર ભારતીય કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ વલસાડ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભાઈ પટેલ (ભોલા ભાઈ) નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગિરીશ ભાઈ દેસાઈ, વલસાડ કોંગ્રેસ તાલુકા પ્રમુખ કમલ ભાઈ પટેલ, મહિલા પ્રમુખ ભાવના બેન, જયશ્રી બેન, આશા બેન વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી અલકેશ ભાઈ દેસાઈ યુથ પ્રમુખ રોનક શાહ, યુથ મહમંત્રી રાહીલ શેખ, દ્ગજીેૈંં પ્રમુખ રિધમ.પટેલ, વાપી નગરપાલિકા સભ્ય ખાંડું ભાઈ, વાપી યુથ પ્રમુખ વરૂણસિંહ, તાલુકા સભ્ય, ભાવિક પટેલ, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો, હાજર રહ્યા હતા.