ગાંધીનગર, તા.રપ
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રના ૭૦મા ગણતંત્ર દિનના ગૌરવમય અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. રાજ્યપાલે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, આજે આપણો દેશ પ્રગતિના પથ પર તેજ ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે રાષ્ટ્ર અને રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં આપણે સૌ જોડાઈ મહત્ત્વનું યોગદાન આપવા પ્રતિબદ્ધ બનીએ.