પાલનપુર, તા.૧૭
પાલનપુર કલેક્ટર કચેરી આગળ વડગામ વિકાસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને છેલ્લા દસ દિવસથી પ્રતિક ઉપવાસ લોકો કરી રહ્યા છે. ત્યારે આ દસમા દિવસમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ હાજરી આપી હતી.વડગામ તાલુકાના અશોક ગઢ ગામને જોડતો રોડનો અડધો ભાગ ફોરેસ્ટ વિભાગમાં આવે છે. જેને લીધે રોડનું કામ અડધું બાકી છે. ત્યારે આ રોડનું કામ પૂરૂં કરવા માટે ગામના અગ્રણીઓએ તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી છે.પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે આ રોડને પૂરો કરવા માટે વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રચિત વડગામ વિકાસ સમિતિએ સાથ આપી વિવિધ મુદ્દાઓને લઈ સાથ આપી પાલનપુર કલેક્ટર કચેરી આગળ છેલ્લા દસ દિવસથી પ્રતિક ઉપવાસ ચાલુ છે.