(એજન્સી) તા.૧૦
રાષ્ટ્રપતિ રૂહાનીએ જણાવ્યું છે કે ઈરાનની વિરૂદ્ધ પોતાના લક્ષ્યોને અમેરિકા મેળવી શકશે નહીં. અમેરિકન પ્રતિબંધો વિશે રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જણાવ્યું છે કે વોશિંગ્ટનને ઈરાન વિરોધી પોતાના લક્ષ્ય મળી શકશે નહીં. તેમણે બુધવારે મંત્રીમંડળની બેઠકમાં જણાવ્યું કે અમેરિકન આ વિચારી રહ્યા હતા કે ઈરાન પર પ્રતિબંધોની સાથે જ આર્થિક દબાણ રાખી તે ઈરાની રાષ્ટ્રને નમવા પર વિવશ કરી દેશે. હસન રૂહાનીએ જણાવ્યું કે અમેરિકાને ના માત્ર પોતાના લક્ષ્ય મળ્યા છે પરંતુ સુરક્ષા પરિષદમાં તેનું બાકી બચેલું સન્માન પણ જતું રહ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબિ ખરાબ થઈ. તેમણે જણાવ્યું કે અમેરિકા ઈરાનની વિરૂદ્ધ દુષ્પ્રચાર કરી દરરોજ એક નિરાધાર મુદ્દો ઉઠાવે છે. જો કે, ઈરાની રાષ્ટ્રએ પૂરી હોશિયારીથી આ ષડયંત્રોનો સામનો કરતા તેને નિષ્ફળ બનાવી દીધા. રાષ્ટ્રપતિ રૂહાનીનું કહેવું હતું કે ઈરાની રાષ્ટ્ર પ્રતિરોધના માર્ગ આગળ પણ વધતું રહેશે.