(એજન્સી) તા.૫
અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પિઓએ શુક્રવારે કહ્યું હતું કે, ઈરાન અત્યંત ભયાવહ રીતે પ્રતિબંધોથી રાહત મેળવવા માટે વાટાઘાટોના મંચ પર પાછા ફરવાની તૈયારીના સંકેત આપી રહ્યું છે, પરંતુ આવા વાટાઘાટોમાં તહેરાન પર નમ્ર રહેવા સામે ચેતવણી આપી હતી. રોઈટર્સનો અહેવાલ જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તહેરાનને તેના પરમાણુ કાર્યક્રમ, બેલેસ્ટિક મિસાઈલ વિકાસ અને પ્રાદેશિક પ્રતિનિધિ દળો માટેના સમર્થન અંગે વધુ કડક અંકુશ પર વાટઘાટો કરવા દબાણ તરીકે વધુ સખત આર્થિક પ્રતિબંધોને પુનઃ સ્થાપિત કર્યા છે, ત્યારથી ઈરાનની અર્થવ્યવસ્થા લથડી છે. મધ્યપૂર્વની સુરક્ષા સમિટ આઈઆઈએસએસ મનાસા સંવાદને એક વાસ્તવિક સંબોધનમાં પોમ્પિઓએ કહ્યું કે, અમને ખબર છે કે, અમારૂ અભિયાન કામ કરી રહ્યું છે, ઈરાની લોકો હવે પ્રતિબંધોથી રાહત મેળવવા માટા વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવાની તેમની ઈચ્છાના ભયાવહ રીતે સંકેત આપી રહ્યા છે. વોશિંગટને કયા સંકેતો જોયા છે તેના વિશે તેમણે વિગતવાર ઉલ્લેખ કર્યો ન હતો.
Recent Comments