(એજન્સી)               તા.૯

આદિલ હુસેન પોતાની નવી ફિલ્મ ‘પરીક્ષા’માં એક રિક્ષાવાળાની ભૂમિકા ભજવે છે.આ ફિલ્મ બીમલ રોયની ‘દો બીઘા જમીન’માં રીક્ષાવાળાની ભૂમિકા ભજવનાર મહાન અભિનેતા બલરાજ સહાની અને ઓમપુરીની તેમજ રોનાલ્ડ જોફની ફિલ્મ સીટી ઓફ જોયની યાદ અપાવે છે.

અન ફ્રિડમ, પાર્ચ્ડ અને એંગ્રી ઇન્ડિયન ગોડેસીસ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર આદિલ હુસેન જણાવે છે કે મને બલરાજ સહાનીની ‘દો બીઘા જમીન’માં ભૂમિકા યાદ નથી.પરીક્ષા ફિલ્મમાં મે તેને સ્ત્રોત તરીકે જોઇ નથી. જો કે બલરાજ સહાની આ દેશમાં એક મહાન અભિનેતા હતા. આદિલ હુસેન આ અંગે વાત કરતાં વધુમાં જણાવે છે કે લોકડાઉન મારા માટે છૂપા આશિર્વાદ સમાન પૂરવાર થયું હતું મને મારા ૧૦ વર્ષના પુત્ર સાથે સમય ગાળવાની તક મળી હતી.

હું તેના જીવન અને તેની સમસ્યાઓથી ખુબ જ નિકટતાથી પરિચિત થયો હતો. હું લોકડાઉન દરમ્યાન રોટલી બનાવતાં શીખી ગયો હતો. મને પિત્ઝા બનાવતા પણ આવડી ગયાં હતા. સામાન્ય જીવન અંગે વાત કરતાં આદિલે જણાવ્યું હતું કે આપણે કેટલાક સંશાધનોનો અત્યંત દુરૂપયોગ કરીએ છીએ જેમ કે ડીશો ધોતાં કે નહાતી વખતે આપણે પાણીનો સખત દુરૂપયોગ કરીએ છીએ. લોકડાઉન દરમિયાન આપણી દૈનિક પ્રવૃત્તિઓમાં કઇ રીતે કરકસર કરવી તે પણ શીખવાનું મળ્યું છે.

આદિલે લોકડાઉન દરમિયાન અનેક સ્ક્રિપ્ટનું વાંચન કર્યુ હતું. તે કહે છે કે મને ઓટીટી અને સ્વતંત્ર નિર્માતાઓ તરફથી અસંખ્ય ઓફર્સ મળી રહી છે. એક નિર્માતા અમને શૂટીંગ કરવા માટે લંડન લઇ જવા સ્પેશિયલ ચાર્ચર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી રહ્યાં છે.હું આ હોલિવુડ ફિલ્માં મુખ્ય ભૂમિકા ભજવવાનો છું પરંતુ કોવીડ-૧૯ને કારણે હાલ તેનું શૂટીંગ મોકૂફ રહ્યું છે. આદિલ કહે છે કે ફિલ્મ પરીક્ષામાં રીક્ષાવાળાની ભૂમિકા ભજવવા માટે પેડલ રીક્ષા કઇ રીતે ચલાવવી તે હું શીખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ પરીક્ષા મહેનત, મજબૂરી અને સંઘર્ષની કહાણી છે.દિગ્દર્શક પ્રકાશ ઝા દ્વારા નિર્મિત આ ફિલ્મ પરીક્ષા રિલીઝ થઇ ચૂકી છે.આ ફિલ્મમાં એક બાળક માટે એક માતા પિતાના સંઘર્ષને દર્શાવવામાં આવેલ છે.આ ઉપરાંત તેમાં આપણી શિક્ષણ પ્રથા પર પણ પ્રહારો છે કે જેમાં એક પ્રતિભાશાળી ગરીબ બાળકને સારૂ શિક્ષણ અપાવવા માટે માતા પિતાએ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે.