પ્રતિમાઓ તોડવાની ઘટનાઓ અંગે વડાપ્રધાન મોદીએ ખેદ વ્યક્ત કર્યો હતો અને બીજી તરફ ગૃહ મંત્રાલયે રાજ્યોનેઆકરા પગલાં લેવા માટે સૂચના આપી હતી. દેશના વિવિધ ભાગોમાંથી પ્રતિમાઓ તોડવાનીઘટનાઓ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ અસંમતિ દર્શાવતા કહ્યું હતંુ કે, તેઓએ ગૃહ મંત્રાલયને આ અંગે કડક પગલાં લેવા જણાવ્યું છે.દરમિયાન  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રતિમા તોડનારા અજાણ્યા લોકો પર આકરા પ્રહાર કરતા ચેતવણી આપી હતી કે, ભાજપ સાથે જોડાયેલા લોકોએ જો આવું કૃત્ય કર્યું હશે તો તેમની સામે આકરા પગલાં લેવાશે. ટિ્‌વટ્‌સની સીરીઝમાં તેમણે જણાવ્યં હતું કે, એક પાર્ટી તરીકે ભાજપ દેશમાં વિવિધ વિચારધારાને માને છે. આપણા મહાન દેશને ધ્યાનમાં રાખીને જ ઘડવૈયાઓએ બંધારણ બનાવ્યું છે. અમારો મુખ્ય હેતુ લોકોના જીવનમાં પારદર્શી પરિવર્તન લાવવાનો છે. અમે સરકારમાં ભાગીદાર તરીકે ૨૦ રાજ્યો કરતા વધુમાં સત્તામાં ભાગીદાર છીએ તે માટે અમને ગર્વ છે. અમે તમિલનાડુ અને ત્રિપુરા બંને રાજ્યોના જવાબદાર અધિકારીઓને જણાવી દીધું છે કે, જો ભાજપ સાતે જોડાયેલા લોકો આમાં સામેલ હોય તો તેમની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ પણ દેશના વિવિધ ભાગોમાંથી પ્રતિમાઓ તોડવાની ઘટનાઓ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે ગૃહમંત્રી રાજનાથ સાથે વાત કરી હતી. બીજી તરફ ગૃહ મંત્રાલયે સંબંધિત રાજ્યોમાં દિશા નિર્દેશ જારી કર્યા હતા. પોતાન સલાહકારીમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, પ્રતિમાઓ તોડવાની કોઇપણ ઘટનામાં રાજ્યો જરૂરી તમામ પગલાં લે. આવા કૃત્યમાં સામેલ લોકો સામે આકરા પગલાં લઇ તેમની સામે યોગ્ય કાયદા મુજબ ફરિયાદ નોંધવા જણાવાયું હતું. ગૃહ મંત્રાલયે રાજ્યોને આદેશ આપતા જણાવ્યં હતું કે જો પ્રતિમાઓને વધુ નુકસાન પહોંચાડાશે તો રાજ્યોમાં જવાબદાર જિલ્લા અધિકારીઓ અને એસપી જેવા પોલીસ અધિકારી સીધા જવાબદાર ગણાશે.