વડોદરા, તા.૨૮
કોરોના કાળની આફતને અવસરમાં પલટાવતા પાલિકાના સત્તાઘીશોએ દોઢ કરોડ રૂપિયાની કિંમતના પતરા અઢી કરોડ રૂપિપામાં ખરીદ્યા હતા અને તેને હવે ફરી પાછા ઝોનમાં મૂકી દેવાયા છે. આ પતરાં કન્ટેનઇન્ટમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારને સીલ કરવા માટે વપરાયા હતાપ જેમાં પ્રતિ મીટરના રૂપ્‌. ૩૦૦ના બજાર ભાવને બદલે રૂપ્‌. ૫૫૦નો ભાવ મંજૂર કરાયો હતો. પાલિકાના જે તે ઝોન તરફથી આવા પતરા ખરીદવા અને તેને લગાડવાની કામગીરી માટે ઇજારો આપવામાં આવ્યો હતો અને તેના માટે ક્રોન્ટ્રાક્ટરોને મનફાવે તેવા ભાવો આપવાની તૈયારી બતાવવામાં આવી હતીપ કોરોનાના પ્રારંભે જ મજૂરો નથી, ટ્રાન્સપોર્ટેશન નથી તેવા કારણો આપી ૯૫% થી લઇ ૧૨૦% સુઘીના ભાવો વધુ બતાવવામાં આવ્યા હતા અને માથાકૂટ કરી પાલિકાના સત્તાઘીશોએ ૯૫ ટકા વધુ ભાવ ચૂકવવાની તૈયારી બતાવી હતી. જેમાં એકલા ઉત્તર ઝોન વિસ્તારમાં પતરા ખરીદવાનો અને લગાડવાનો ખચોં ૨ કરોડ મૂકવામાં આવ્યો છે જ્યારે બાકીના ઝોનમાં ૧૬ લાખથી લાખથી ૨૫ લાખ રૂપિયા સુઘીના ખર્ચા બનાવાયા છે. હાલમાં રેડ ઝોન માટે પતરા લગાડવાનો કોઈ નિયમ નથી, ત્યારે આ પતરા ઝોનલ કચેરીમાં મુકાયા છે. દોઢ કરોડ રૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતાં આ પતરાની પાલિકાએ અઢી કરોડમાં ખરીદી કરી હતી અને તેને હવે કચેરીમાં ધૂળ ખાવા માટે મુકી દેવાતા આગામી દિવસોમાં તેને ભંગારના મે પછી અડધા ભાવે જે તે ઇજારદાર જ ખરીદી લે તેવો કારસો ગોઠવાયોં છે. જોકે, કેટલાક ઠેકાણે પાલિકા શેડ બનાવીને ઉપયોગ કર્યો હોવાનો બચાવ કરી રહ્યું છે.