(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
સૌ પ્રથમવાર, ગુજરાત હાઇકોર્ટે ૧૪ વર્ષીય બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને જાહેરહિતની અરજીના ચુકાદામાં ગર્ભાવસ્થાની તબીબી સમાપ્તિની મંજૂરી આપી છે. આ મામલે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. કારણ કે, કોવિડ-૧૯ રોગચાળાને લીધે માતા-પિતા દેશવ્યાપી લોકડાઉનમાં હાઇકોર્ટ સુધી પહોંચવાની પરિસ્થિતિમાં ન હતા.
મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી અધિનિયમ દ્વારા ૨૦ અઠવાડિયાની ગર્ભાવસ્થા ઉપરાંત ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ, ગર્ભના ગર્ભપાત માટે ઘણીવાર હાઇકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ આવા તમામ કેસોમાં, પિટિશન પીડિતા દ્વારા અથવા તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાંથી પ્રથમ વખત બે વકીલોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજદારો-ફાલ્ગુની વૈદ્ય અને પરાગશાહે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, “રોગચાળો કોવિડ-૧૯ને કારણે અસાધારણ સંજોગોમાં, સિવિલ હોસ્પિટલ, પોરબંદરના યોગ્ય અધિકારીઓને નિર્દેશ આપવા માટે જાહેરહિતની દાવેદારી હેઠળ અરજીઓને પ્રાધાન્ય આપવા માટે અરજદારો ઇચ્છા રાખે છે તથા ઓગસ્ટ ૩, ૨૦૦૬ના રોજ જન્મેલા પીડિતાના ગર્ભાવસ્થાના તબીબી સમાપ્તિ ઈચ્છે છે.
પીડિતાના માતા-પિતા ગરીબ, શારીરિક રીતે પડકારજનક અને અભણ વ્યક્તિ છે અને તેથી અરજદારોએ એક વ્યક્તિના હિતમાં પીઆઈએલ ફાઇલ કરવાની જરૂરિયાત અનુભવી હતી. હાલની હિલચાલ પરના પ્રતિબંધોને કારણે પીડિતા અને તેના માતા-પિતા ઉચ્ચ અદાલતમાં જઈ શકશે નહીં તે જોતા પીડિતા માટે પીઆઈએલ દાખલ કરવાનું તેમણે પસંદ કર્યું હતું. અરજદારોના એડવોકેટે રજૂઆત કરી હતી કે, બળાત્કારથી પીડિત વ્યક્તિ ૧૩ અઠવાડિયાની ગર્ભાવસ્થા ધરાવે છે. પરિવાર ગર્ભનો ગર્ભપાત કરવા માંગતો હતો, પરંતુ ડોક્ટરોએ ઇનકાર કરી દીધો કારણ કે, તે મેડિકો-લીગલ કેસ હતો. કારણ કે, પીડિતા યુવતી તેના અપહરણ બાદ ઘરે પરત ફર્યા બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ પીડિતાના માતા-પિતા દ્વારા જાહેરનામું રજૂ કરીને અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક સાધવાની સંમતિ આપી હતી.
કેસની સુનાવણી કર્યા પછી, હાઈકોર્ટે પોરબંદરની હોસ્પિટલના અધિકારીઓને એક અઠવાડિયામાં પીડિતાના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને ગર્ભપાત માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો, એમ એડ્‌વોકેટે જણાવ્યું હતું.