નવી દિલ્હી,તા. ૩૦
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે બુધવારના દિવસે ચેન્નાઇ સુપર અને દિલ્હી કેપિટલ વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. આ મેચ દ્વારા બંને ટીમો પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેવા માટે પ્રયાસ કરનાર છે. બંને ટીમો હાલમાં ૧૬ -૧૬ પોઇન્ટ ધરાવે છે. બંને ટીમો જીતના સિલસિલાને જાળવી રાખવા માટે ઉત્સુક છે. આ મેચનુ પ્રસારણ પણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલની મેચો શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જોરદાર ક્રેઝ રહેનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે. આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મેચને લઇને દિલ્હીમાં ભારે ઉત્સાહ છે. ચેન્નાઇ અને દિલ્હીની ટીમ મોટા ભાગે આગામી રાઉન્ડમાં પહોંચી ચુકી છે. જો કે જંગ રોમાંચક રહેશે.