પૂર્વ સિવિલ સર્વન્ટ્‌સના સમૂહે કહ્યું કે, દિલ્હી પોલીસની કાર્યવાહી અને તપાસ સામે ગંભીર સવાલો ઊભા થવાને પગલે સમિતિની રચના કરવામાં આવી છે

સિટીઝન કમિટી ઓન ધ દિલ્હી રાયટ્‌સ ઓફ ફેબ્રુઆરી ૨૦૨૦ : કોન્ટેક્સ્ટ, ઈવેન્ટ્‌સ એન્ડ આફટરમથ નામે રચાયેલી સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન લોકુશર, પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ મદ્રાસ એન્ડ દિલ્હી હાઈકોર્ટ એન્ડ ફોર્મર ચેરમેન, લો કમિશન જસ્ટિસ એ.પી.શાહ, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ આર.એસ.સોઢી, પટણા હાઈકોર્ટના પૂર્વ જજ અંજના પ્રકાશ, પૂર્વ કેન્દ્રીય સચિવ જી.કે.પિલ્લઈ અને પૂર્વ ડિરેક્ટર ઓફ ધી બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મીરણ ચઢ્ઢા બોરવનકરનો સમાવેશ થાય છે

 

(એજન્સી)              તા.૧૧

ધ કોન્સ્ટિટ્યુશનલ કન્ડક્ટ ગ્રુપ (સીસીજી) જે પૂર્વ સિવિલ સર્વન્ટ્‌સનો એક સમૂહ છે તથા કેન્દ્ર સરકાર સાથે મળીને તથા જુદા- જુદા રાજ્યોમાં કામગીરી કરે છે તેણે છ પૂર્વ સરકારી અધિકારીઓની એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં અત્યંત પ્રભાવશાળી ટોચના સરકારી અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે જેઓ દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલા રમખાણો મામલે સ્વતંત્ર રીતે તપાસ કરશે. સિટીઝન કમિટી ઓન ધ દિલ્હી રાયટ્‌સ ઓફ ફેબ્રુઆરી ૨૦૨૦ : કોન્ટેક્સ્ટ, ઈવેન્ટ્‌સ એન્ડ આફટરમથ નામે રચાયેલી સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન લોકુશર, પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ મદ્રાસ એન્ડ દિલ્હી હાઈકોર્ટ એન્ડ ફોર્મર ચેરમેન, લો કમિશન જસ્ટિસ એ.પી.શાહ, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ આર.એસ.સોઢી, પટણા હાઈકોર્ટના પૂર્વ જજ અંજના પ્રકાશ, પૂર્વ કેન્દ્રીય સચિવ જી.કે.પિલ્લઈ અને પૂર્વ ડિરેક્ટર ઓફ ધી બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મીરણ ચઢ્ઢા બોરવનકરનો સમાવેશ થાય છે. આ એક બિનરાજકીય સમૂહ છે અને તે બંધારણ હસ્તક કામ કરે છે. સીસીજીએ તેના નિવેદનમાં જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થયેલા રમખાણો અત્યંત ભયાવહ હતા, તેમાં ભારે હિંસા મચાવાઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને તેના પગલે કોમવાદ ફેલાયો અને લોકો વિભાજિત થઈ ગયા. તેમના નિવેદનમાં જણાવાયું હતું કે, દિલ્હીમાં થયેલા રમખાણો મામલે જે રીતે દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી કે પછી દિલ્હી પોલીસ દ્વારા જે રીતે તપાસ કરવામાં આવી તે ખરેખર ટીકાને પાત્ર રહી છે કેમ કે, તેની સામે અનેક લોકોએ પ્રશ્નો ઊભા કરી દીધા છે. જો કે, હવે આ મામલે એક સ્વતંત્ર તપાસ અત્યંત જરૂરી થઈ ચૂકી છે.