(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા. ૧ર
પ્રભાસ પાટણ ખાતે પટણી સમાજની ચુંટણી જાહેર કરવા બાબતે સમાજના લોકો એકઠા થયેલ જેમાં બોલાચાલી થતા બે યુવાનોને સાત શખ્સોએ લોખંડનો પાઇપ, લાકડી વડે માર મારતા વેરાવળ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ પ્રભાસપાટણ પટણી સમાજની ચુંટણી જાહેર કરવા બાબતે સમાજના લોકો પટણી જમાત ખાનામાં ગઇ કાલે રાત્રીના એકઠા થયેલ જેમાં મલેક વાડા વિસ્તારમાં રહેતા આરીફ મમદ ચૌહાણ તથા દાનીશ નુર મલેક પણ હાજર રહેલ તે વખતે બોલાચાલી થતા રફીક અલી ગલા, હસન અલી ગલા, શરફરાજ ઉર્ફે શરૂ ઉર્ફે પાકીજા, યુસુફ હુસેન મલંગ, સલીમ પંજા, વસીમ અબ્દ રહેમાન મલેક, આબીદ અબ્દ રહેમાન મલેક સહીતના ઉશ્કેરાઇ લોખંડનો પાઇપ, લાકડી અને પંચ વડે બન્ને યુવાનોને માર મારતા વેરાવળ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ હતા.
આ બનાવ અંગે ઇજા પામેલ આરીફ ચૌહાણએ ઉપરોકત શખ્સો સામે પ્રભાસ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ જેમાં આ મારામારી દરમ્યાન હાથમાં રહેલ સેમસંગ કંપનીનો મોબાઇલ કીં.રૂા.૮ હજારનો તથા રોકડા રૂા.૮ હજારની લુંટ કરી લઇ ગયાનું નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. જે.બી.ચાવડાએ હાથ ધરેલ છે.