(એજન્સી) તા.૧૮
સમયની સાથે કોવિડ-૧૯ની મહામારીની વ્યાપક અસર થઈ રહી છે. આ મહામારીની સૌથી વધુ અસર ગરીબો પર થઈ રહી છે, જે મજૂર તેમના ઘરબાર બધુ છોડી જાય છે અને પ્રવાસી મજૂર બની જાય છે તેમની વ્યથા હાલના દિવસોમાં કહી શકાય તેમ પણ નથી. જે માનવીમાં પણ સંવેદના જીવિત છે, તે ગમગીન છે, એવામાં ગુલઝાર સાહબ પર ખુદને રોકી ન શક્યા અને તેમણે પ્રવાસી મજૂરો પર એક કવિતા લખી દીધી છે. “મહામારી લગી થી”. આ કવિતા ગુલઝારે તેમના ફેસબૂક પેજ પર અપલોડ કરી હતી. જેમાં તે આ કવિતાનું વાંચન તેમના શાનદાર અંદાજમાં કરે છે. આ કવિતામાં પ્રવાસી મજૂરોની મજબૂરીને સારી રીતે વર્ણવી છે. કેવી રીતે પ્રવાસી મજૂર તેમના ગામ પાછા ફરી રહ્યા છે અને તેમની અંદર વતન પાછા જવાની ઇચ્છા કેમ જાગી ગઇ છે ? ગુલઝાર સાહબ લખે છે કે, તે ત્યાં જ જઈને મરવા ઈચ્છે છે જ્યાં જીવન છે, તે એ જગ્યાને છોડવા ઈચ્છે છે, જ્યાં તેમને માનવી નહીં પણ મજૂર કહેવાય છે. ગામમાં જમીનનો ઝઘડો છે તો ખુશીઓ પણ છે. ગુલઝાર સાહેબ લખે છે કે, મહામારી લગી થી, ઘર તરફ દોડી ગયા હતા તમામ મજૂરો. મશીનો બંધ થઈ ચૂકયા હતા. શહેર તમામ બસ તેમના જ હાથ પગ ચાલી રહ્યા હતા. નહીંતર એ તો જીવન તો તેઓ ગામમાં જ રોપી આવ્યા હતા.