પોતાના ગૃહ રાજ્ય પશ્ચિમ બંગાળમાં કામ શોધી લઈશ તેવી આશા
સાથે તે કહે છે કે, હવે હું મુંબઈ પરત ફરવા વિશે વિચારી શકું તેમ પણ
નથી, કેમ કે ભય લાગે છે કે, હવે ત્યાં શું થશે તે તો ખુદા જ જાણે છે

(એજન્સી) તા.૩૧
ઝિયા-ઉલ-શેખ એક સોની છે અને તે પોતાના વતન બિરભુમ પાછો ફરી ગયો છે. હરીશપુર ગામમાં તેને પોતાના ગામની તાજી હવા અને હરિયાળી પસંદ આવવા લાગી છે તેનો જન્મ અહીં જ થયો હતો અને તે ૨૦ વર્ષથી આ ગામમાં રહે છે. અહીં જ તેણે લગ્ન પણ કર્યા અને તેના બે છોકરા પણ છે અને માતા-પિતા સાથે હાલ તે અહીં જ રહે છે.
તેનો પહેલો દીકરો ૫ વર્ષ અને બીજો એક વર્ષનો છે તે કહે છે કે, મારો મોટો દીકરો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે તે કહે છે કે, મારી પત્નીને લીધે જ મારૂં જીવન સફળ થયું. ખાસ કરીને મારા બાળકોનો અભ્યાસ તે ખરેખર કેરિંગ પત્ની છે તે બાળકોના અભ્યાસ પ્રત્યે પણ કડક વલણ અપનાવે છે. જો કે, લોકડાઉન થઈ જવાને લીધે સ્કૂલો બંધ થતાં હવે મારી પત્નીને થોડીક રાહત મળી. હવે તેઓ ઘરે જ અભ્યાસ કરે છે. મારા પિતા ખેડૂત છે અને તે જે શાકભાજી રોપે છે તે જ અમે ખાઈએ છીએ. અમે ખુદાની મહેરબાનીથી આ લોકડાઉનની સ્થિતિમાં પણ કોઈના પર નિર્ભર રહ્યા નહોતા.
શેખને પણ તેમના દીકરા પર ગર્વ છે. પરંતુ પ્રેમ, ઘરે ઉગાવેલા શાકભાજી અને તાજી હવાથી કોઈ બિલ ચૂકવાઈ જવાના નથી અને શેખ ઈચ્છે છે કે, તે ફરી પૈસા કમાવવાનું શરૂ કરે અને પૈસાની બચત કરે. તે કહે છે કે, હાલના સમયમાં હું પશ્ચિમ બંગાળમાં જ કોઈ કામ શોધી રહ્યો છું. ઈમરજન્સીમાં જો પૈસાની જરૂર પડે તો તેનાથી મને મળી રહેશે તે તો નક્કી જ છે તે કહે છે કે, લોકડાઉનને લીધે જે મને સૌથી મોટો બોધપાઠ મળ્યો છે તે છે કે, હવે તકલીફનો સામનો કરવા હંમેશા તૈયાર રહો તે કહે છે કે, લોકડાઉનની જાહેરાતના બે દિવસ પહેલાં જ હું મુંબઈ પહોંચ્યો હતો. અમને લાગ્યું કે, ૧૪ દિવસ બાદ રાહત મળી જશે પણ આ તો બે મહિના વીતી ગયા.
તે કહે છે કે, લોકડાઉનમાં જે રીતે અમે સમય પસાર કર્યો છે તેનાથી એક બોધપાઠ જરૂર મળ્યો કે હવે પોતાના રાજ્યમાં કંઈ કરી લેવું સારૂં. મુંબઈમાં પરત આવતા પણ હવે ભય લાગે છે કે, ખુદા જાણે કે હવે સ્થિતિ આગળ કેવી હશે.