(એજન્સી)
નવી દિલ્હી તાઃ ૧૮
સુપ્રીમ કોર્ટ દ્વારા વકીલ પ્રશાંત ભૂષણને અવમાનનાના કેસમાં દોષિત ઠરાવવા બદલ બારના સભ્યો સમેત સમગ્ર દેશમાંથી ૧૫૦૦થી વધુ વકીલોએ નિરાશા દર્શાવી છે. એમણે કોર્ટને વિંનતી કરી છે કે ન્યાયની કસુવાવડ અટકાવવા સુધારાના પગલા લેવા જોઈએ.
એક નિવેદનમાં એમણે કહ્યું છે કે બારને અવમાનનાનો ભય બતાવી ચુપ કરાવવાથી સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા ઓછી થશે અને છેવટે એની શક્તિ પણ ઓછી થશે. નિવેદનમાં સહી કરનારાઓમાં વકીલો શ્રીરામ પંચુ, અરવિંદ દાતાર, શ્યામ દિવાન, મેનકા ગુરુ-સ્વામી, રાજુ રામચંદ્રન, વિશ્વજીત ભટ્ટાચાર્ય, નવરોઝ સિરવાય, જનક દ્વારદાદાસ, ઇકબાલ છગલા, દરિયસ ખંભાતા, વૃંદા ગ્રોવર, મિહિર દેસાઈ, કામિની જયસ્વાલ અને કરુણા નંદી છે. એમણે કહ્યું છે કે આ ચુકાદો લોકોની નજરમાં કોર્ટની સત્તા પુનઃસ્થાપિત કરતો નથી એના બદલે વકીલોને સ્પષ્ટવકતા થતા રોકે છે. જજોને દબાવવાના દિવસોથી અને એ પછી બનેલ ઘટનાઓ પછી ફક્ત બાર જ હતી જે ન્યાયતંત્રની સ્વતંત્રતાના બચાવમાં માટે આગળ આવી હતી અને બારને ચુપ કરાવી મજબૂત કોર્ટની સ્થાપના થઇ શકશે નહીં. ૧૪મી ઓગસ્ટે જજ અરૂણ મિશ્રાની બેન્ચે પ્રશાંત ભૂષણને એમના બે ટ્‌વીટો બદલ કોર્ટની અવમાનનાના કેસમાં દોષિત ઠરાવ્યા હતા જે માટે સજાની જાહેરાત ૨૦મી ઓગસ્ટે થવાની છે. નિવેદનમાં વકીલોએ કહ્યું છે કે એક સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ એ નથી કે જજોને અલોચનાઓથી મુક્તિ મળેલ છે. વકીલોની ફરજ છે કે જયારે ભૂલો થતી હોય ત્યારે અવાજ ઉઠાવે અને જજોના ધ્યાન ઉપર લાવે. આપણા બધાના વિચારો ઘણી બાબતોમાં ભિન્ન હોઈ શકે છે. પણ ભૂષણ ના ટ્‌વીટોથી કોર્ટની અવમાનના થતી નથી કે ભૂષણ નો એવો કોઈ ઉદ્દેશ્ય પણ નથી. સુપ્રીમ કોર્ટના નિવૃત જજોએ પણ ભૂષણની જેમ જ પોતાના મંતવ્યો રજુ કર્યા છે. વકીલોએ માંગણી કરી છે કે આ ચુકાદાને મોકૂફ રાખવો જોઈએ અને મહામારી પછી જયારે ખુલ્લી કોર્ટમાં સુનાવણી શરુ થાય ત્યારે મોટી બેંચ સમક્ષ ફોજદારી અવમાનના ની નવેસર વ્યાખ્યા કરવી જોઈએ. અને ભૂષણના ચુકાદા બાબત પુનર્વિચાર કરવો જોઈએ.