(એજન્સી) તા.૯
તુર્કીની પ્રસિદ્ધ શ્રેણી એર્તુગ્રુલના પટકથા લેખક નિર્માતા, મહેમત બોજ્ડાએ જાહેરાત કરી કે, જલાલ અલ-દ્દીન ખ્વારજમશાહ પર તેમની નવી ઐતિહાસિક ટીવી શ્રેણી યોજના તુર્કીમાં જાન્યુઆરી સુધી પ્રસારિત થશે. બોજ્ડાએ ઉઝબેકિસ્તાનમાં શ્રેણીના પ્રીમિયરમાં જણાવ્યું કે, ‘આ સંપૂર્ણ વિશ્વમાં એક મહાન અસર ઉદ્‌ભવશે.’ ખ્વારજ્મિયન સામ્રાજ્યના શાસક જલાલ અલ-દ્દીન ખ્વારજમશાહે મંગોલ આક્રમણને રોકવા માટે એકજૂથ મોરચા સ્થાપિત કરવા માટે સેલ્જુક્સ અને ખ્વારજ્મિયોની વચ્ચે વંશગત ઝઘડાને અલગ રાખવામાં આવ્યા હતા. ભલે જ તેમણે ૧રર૧માં મંગોલ સેનાને સફળતાપૂર્વક હરાવી, પરંતુ તે આક્રમણને જાળવી રાખવામાં અસમર્થ હતા અને અનાતોલિયા ભાગી ગયા. તેમને અનાતોલિયન સેલ્જુક્સના સુલ્તાન અલા અલ-દ્દીન કયાક્બાદે હરાવ્યા હતા અને ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે, તે ખાનાબદોશ જાજા દ્વારા મારવામાં આવ્યા હતા. બોજ્ડાએ જણાવ્યું કે, તેમણે ઉઝબેકિસ્તાન સરકારના આગ્રહની સાથે બે વર્ષ પહેલાં યોજના શરૂ કરી હતી અને પહેલાં જ ૧૩ એપિસોડ શૂટ કરી ચૂક્યા છે. બોજ્ડાએ જણાવ્યું કે, જલાલ-દ્દીન ખ્વારજમશાહ શ્રેણી માટે પહેલાંથી જ એક મોટી માંગ છે, પોતાના પાછલા પ્રોજેક્ટ, એર્તુગ્રુલ માટે આભાર, જે સંપૂૂર્ણ વિશ્વમાં હિટ થઈ ગઈ.