( સંવાદદાતા દ્વારા )
પ્રાંતિજ, તા.૮
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે તપોધન ફળી , દેસાઇની પોળ બાદ ગઈકાલે વ્હોરવાડમાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. આમ, પ્રાંતિજમા કુલ-૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. તો ગઈકાલે તંત્રએ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ વ્હોરવાડ વિસ્તારની નાયબ કલેક્ટર સોનલબા પઢેરીયાએ મુલાકાત લીધી હતી .
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ માજા મુકી છે. પોઝિટીવ કેસોનો આંક ૧૦૦ને પાર થયો છે. ગઈકાલે વ્હોરવાડમા ૪૫ વર્ષની મહિલાનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેના રહેઠાણ વિસ્તાર પિઢળીયા મહોલ્લાના બંને રસ્તા અવરજવર માટે સિલ કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત મહિલાને હિમતનગર ખાતે મેડીસ્ટારમાં દાખલ કરેલ છે. વ્હોરવાડ ખાતે જાહેર કરેલ કન્ટેઇનમેન્ટ ઝોનની આજે પ્રાંતિજ- તલોદના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્રારા સ્થળ મુલાકાત લીધી હતી. આ વેળા સ્થાનિક રહીશોને ઘરોમા રહેવા અને ઘરમા રહીને અવાર-નવાર સાબુથી હાથ ધોવા તથા દરેક લોકોએ પોતાના ઘરોમા આયુર્વેદિક ઉકાળો પીવો જોઇએ. તો અવારનવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રસંગે પ્રાંતિજ નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ , આરોગ્ય અધિકારી આર.કે.યાદવ, પ્રાંતિજ પી.આઇ. એમ.ડી.ચંપાવત, નગરપાલિકા ચીફ ઓફિસર આકાશભાઇ પટેલ, નવિનભાઇ પટેલ સહિત આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી .