પ્રાંતિજ, તા.૬
પ્રાંતિજ ખાતે પાસ કન્વીનરે ભાજપ સરકાર સામે ચડ્ડી-બંડી પહેરી અનોખો વિરોધ કર્યો હતો. પ્રાંતિજ ખાતે પાસ કન્વીનર અનીલ પટેલે આજે ધારાસભ્ય અને સંસદ સભ્ય ફોન કરતાં યોગ્ય જવાબ મળ્યા ન હતા. જેથી તેઓએ પ્રાંતિજ શહેરમાં ચડ્ડી બનિયાન પહેરી ‘જય સરદાર’ના નારા સાથે નિકળી પડ્યા હતા. અને આમ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રાંતિજ પોલીસને જાણ થતાં ભાખરિયા બસ સ્ટેન્ડ પાસેથી અનીલ પટેલની અટકાયત કરી.
ઉપરાંત ગત રાત્રે તાલુકાના સોનાસણ ગામમાં ભાજપના નેતા સી.કે. પટેલના પૂતળાનું દહન કરતાં પંદરેક જણ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. તેમજ આજે બપોરે ઘડકણ ગામે સી.કે. પટેલની નનામી કાઢી ગામમાં ફેરવી હતી અને અંતે પૂતળાદહન કર્યું હતું.