પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા એલપીટી ટ્રકમાંથી વિદેશીદારૂ બોટલ ટીન નંગ-૧પ૭૬૮ કિ. રૂા.૧૯,રર,૪૦૦ સહિત કુલ કિ. રૂા.૪૪,પ૬,૩૭૮નો મુદ્દામાલ સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી એક ઈસમને ઝડપી પાડયો છે. જયારે એક આરોપી ફરાર થઈ ગયો છે. આ કામગીરી પી.એસ.આઈ. જે.પી. રાવ, એ.એસ.આઈ. વિક્રમસિંહ, અ.હે.કો. હરપાલસિંહ, આ.હે.કો. સનતકુમાર, અ.પો.કો. અમૃતભાઈ અ.પો.કો. પ્રહર્ષકુમાર સહિતના સ્ટાફે કરી હતી.