(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૨૪
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર વગર માસ્ક પહેરીને લટાર મારતા લોકોને પ્રાંતિજ પોલીસે કાયદાનું ભાન કરાયું તો માસ્ક વગર ફરતા નગરજનોને દંડ ફટકારીને માસ્ક આપ્યા હતાં. હાલ કોરોનાએ અત્રે ફરી માથુ ઉચક્યું હોય તેમ લાગે છે. પ્રાંતિજ સહિત તાલુકામાં એક પછી એક કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા લોકોને કામ વગર બહારના જવા તથા જરૂર પડે માસ્ક પહેરવાં તેમજ કોરોનાના રેપીડ ટેસ્ટ દ્વાર ફરજિયાત ટેસ્ટ કરાવી જાતે જ કાળજી લેવા લોકોને જણાવવામાં આવ્યું છે. તો દિવસ દરમ્યાન અવારનવાર સાબુથી હાથ ધોવા તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સાથે માસ્ક ફરજિયાત પહેરવા જેવી સાવચેતી રાખવા તાકીદ કરી છે. પ્રાંતિજ પોલીસ દ્વારા આજે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર માસ્ક પહેર્યા વગર કામ વગર રખડતા લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને માસ્ક વગર અવરજવર કરતા લોકોને દંડ ફટકારીને તેઓને પહેરવાં માટે માસ્ક આપ્યાં હતાં. આમ હવે પ્રાંતિજવાસી જો રૂા.૧૦ કે ૨૦ના માસ્ક વગર ફરતા ઝડપાશે તો તે જ માસ્ક રૂા. ૧૦૦૦માં પડે તો નવાઈ નહીં !
પ્રાંતિજવાસીઓ સાવધાન રૂા. ૧૦માં મળતું માસ્ક રૂા.૧૦૦૦માં પડશે ! : માસ્ક ન પહેરનારા સામે કાર્યવાહી

Recent Comments