(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૧૮
પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઑન વિદ્યાવિહારના વિદ્યાર્થી કામીલ ફિરોજભાઈ મનસૂરીએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ સ્થાપના દિન ઓનલાઇન ચિત્ર સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવી અવર ઑન વિદ્યાવિહાર તથા સમગ્ર પ્રાંતિજ તાલુકાનું નામ રોશન કર્યું છે. ગુજરાત ગૌરવ સ્થાપના દિન ચિત્ર સ્પર્ધામાં કોરોના વોરિયર્સ પર કામીલ મનસૂરીએ બનાવેલ ચિત્રને પ્રથમ પુરસ્કાર પેટે ૧૫,૦૦૦ રૂપિયા, સર્ટિફિકેટ તથા અવર ઑન વિદ્યાવિહારને સર્ટિફિકેટ મળેલ છે. સમગ્ર જિલ્લામાંથી આ સ્પર્ધામાં લગભગ ૫૮૦૦ કરતાં પણ વધારે ચિત્ર કૃતિઓ આવેલ હતી. જેમાંથી અવર ઑન વિદ્યાવિહારના વિદ્યાર્થી કામીલ ફિરોજભાઈ મનસૂરીની કૃતિ વિજેતા જાહેર થઇ છે. કામીલ મનસૂરીની સિદ્ધિને સૌએ બિરદાવી છે.
Recent Comments