(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૨૫
પ્રાંતિજ ખાતે આવેલ એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંકુલમાં ૨૫મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ૨૫ મી જાન્યુઆરીના દિવસે ભારતના ચુંટણી પંચ ની સ્થાપના કરવામાં આવી હતી. આપણો દેશ વિશ્વ નો સૌથી મોટો લોકશાહી દેશ છે. જયાં મતદાતાનું મહત્વ લોકતાંત્રિક પ્રકિયામાં સૌથી ઉચુ છે. પ્રાંતિજ ખાતે શ્રીમતી એમ.સી. દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંકુલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા , નાયબ મામલતદાર અશોકભાઈ તેમજ કોલેજના પ્રોફેસર ર્ડા. કાન્તિભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું કોલેજ પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા આ પ્રસંગે બેસ્ટ બી.એલ.ઓ., સુપરવાઈઝર કે જેમણે મતદાર સુધારણા કાર્યક્રમમાં સરાહનીય કામગીરી કરી હતી. તેમનું સન્માન કરીને પ્રમાણપત્ર એનાયત કર્યા હતાં.