(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૨૪
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્વારા કુષિ બિલનો વિરોધ કરી કુષિ બિલ સળગાવવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય, તાલુકા પ્રમુખ સહિત ૧૪ જેટલા કોંગ્રેસ કાર્યકરો તથા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાંતિજ ખાતે આજે તાલુકા કોંગ્રેસ અને કોગ્રેસ શહેર સમિતિ દ્વારા ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે એકઠા થઇને કુષિ બિલનો વિરોધ કર્યો હતો. કુષિ બિલ સળગાવવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા કુષિ બિલનો વિરોધ કરી રહેલ કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ બેચરસિહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, અનિલ પટેલ સહિત કોગ્રેસના ૧૪ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આમ જનતા પાસેથી પ્રાંતિજ પોલીસ દ્વારા સોશિયલ ડિસન્ટન્સ તેમજ માસ્ક અંગે પાવતી ફાડતી હોય છે.ત્યારે પ્રાંતિજ પોલીસ આજે ખુદ સોશિયલ ડીસન્ટન્સનો ભંગ કરતાં કેમેરામા કેદ થઇ હતી. કોગ્રેસ કાર્યકરોને ઇકો કારમાં અટકાયત કરી ઘેટા-બંકરાની જેમ ખિચોખિચ ભરીને લઈ જતી જોવા મળી હતી. ત્યારે ત્યાં સોશિયલ ડિસન્ટન્સનો ભંગ નથી થતો ? પ્રાંતિજ પોલીસની પાવતી કોણ ફાડશે ? તે સવાલ પણ હાલ તો “ટોક ઓફ ધ ટાઉન” બન્યો છે.