(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૩
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર મુદ્દાઓને લઈને આજે પ્રાંતિજ મામલતદાર એચ.પી. ભગોરાને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તાલુકા પંચાયતથી તાલુકા સેવાસદન ખાતે રેલી યોજીને સૂત્રોચ્ચારો દ્વારા વિવિધ માગણી સાથે પ્રાંતિજ મામલતદાર એચ.પી. ભગોરાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં (૧) ચાલું વર્ષે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે અને પ્રાંતિજ તાલુકાના ખેડૂતોને ખેતીમાં ભયંકર નુકસાન થયેલ છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પાક નિષ્ફળ પેકેજ જાહેર કરવામાં આવેલ છે. તેમાં પ્રાંતિજ તાલુકાનો સમાવેશ ન કરી પ્રાંતિજ તાલુકાના ખેડૂતોને ભારે અન્યાય કરેલ છે. તાત્કાલિક પ્રાંતિજ તાલુકાનો સમાવેશ પાક નિષ્ફળ પેકેજમાં કરવા માંગ કરી છે. (૨) કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ખેડૂતો વિરોધી બિલો પાસ કર્યા છે, જે બિલોમાં ખેડૂતોને સ્.જી.ઁ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) મુજબ ભાવ આપવાની કોઇ જોગવાઇ કરેલ નથી. જેને કારણે ખેડૂતોને કંપનીઓ તેમજ વેપારીઓ સાથે પાક વેચતી વખતે લૂંટાવુ પડશે. જેથી આ કાળો કાયદો ખેડૂતોના હિતમાં પરત લેવો માંગ કરી (૩) ગત વર્ષેના વધુ વરસાદથી ખેડૂતોને થયેલ પાક નુકસાનના વળતર પૈસા અને પાક વીમાના પૈસા પણ હજુ સુધી ખેડૂતોને ચૂકવાયા નથી, તે પણ તાત્કાલિક ચૂકવાય તેવી આવેદનપત્રમાં રજૂઆત કરી છે. (૪) ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દીકરી ઉપર બળાત્કાર કરી તેનું મૃત્યુ નિપજવાની દુઃખદ ઘટના બની છે. આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું અને યુપીના હાથરસમાં બનેલ ઘટનાની નિદા કરી. આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પ્રમુખ મણીભાઈ પટેલ, કોગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, જિલ્લા સદસ્ય રામસિંહ, સુરેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ બહેચરસિંહ રાઠોડ, રેખાબેન સોલંકી, જિલ્લા સદસ્ય મિલ્કતસિંહ, નૂતનભાઇ સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.