પ્રાંતિજ, તા.ર૪
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી રાંદલ મહાકાલી મંદિર ખાતે હાથ-પગ તથા ઢીંચણના દુખાવાનો આજે મફત નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાથ-પગ ઘૂંટણનો દુખાવો થતા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં અમદાવાદની હોસ્પિટલના તબીબ ડો.જેસીન પટેલે દર્દીઓની એકસરે ફોટો કોપી પડાવી, હાથપગ ઢીંચણના દુખાવાઓ સહિતનું મફત નિદાન કર્યુંહતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા તથા પાલિકાના પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી ઉપસ્થિત રહ્યા હતાં. તો વિજયભાઈ પટેલ, હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, શૈલેષભાઈ ત્રિવેદી, વિપુલ ભોઈ વગેરેએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી.