પ્રાંતિજ,તા.૨
પ્રાંતિજ તાલુકાની ૭૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ઇનોવેશન પાઈલોટ પ્રોજેકટ હેન્ડ હાઈજીન કાર્યરત છે. ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત તા.૩૧ ડિસેમ્બર અને.૧લી જાન્યુઆરીના રોજ સી.ડી.પી.ઓ.,મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કર બહેનોને હેન્ડહાઈજીન ની તાલીમ પ્રાંતિજના વદરાડના સેન્ટર ફોર એક્સેલેન્સ ખાતે આપવામાં આવી હતી.
આ તાલીમમાં હાથ ધોવાની સાચી પધ્ધતિ, પીવાના પાણીની શુધ્ધતા, શૌચાલયની સ્વચ્છતા, આંગણવાડીની સ્વચ્છતા, આંગણવાડી કેન્દ્રોની આસ-પાસના ભાગમાં સ્વચ્છતા તથા આંગણાવાડી કેન્દ્રોના બાળકોના વાલીઓને પણ આજ રીતે સ્વચ્છતા અંગે જાગૃત કરવા સમજાવામાં આવ્યું હતું. આ તાલીમમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. તેજલબેન, તાલુકા વિકાસ અધિકારી પ્રાંતિજ, પોષણ અભિયાન કો-ઓર્ડીનેટર અમીતકુમાર સુથાર, યુનીસેફ કન્સલ્ટ સોલંકી અને નિપી કન્સલન્ટન ભરતભાઈ ગીઠી હાજર રહયા હતા.