(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૨૪
પ્રાંતિજ નગરપાલિકા ખાતે નગરના વિકાસ માટે ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના ૨૦૧૯-૨૦ વર્ષના વિકાસલક્ષી કામોનું રોડ- રસ્તા, વરસાદી પાણી માટે ગટરલાઈનનું કામ તથા પાલિકા ખાતે જનસેવા કેન્દ્ર બનાવવા સહિતના કામો માટે કુલ – ૧ કરોડ ૧૪ લાખ ૬૯૫ની રકમ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેને લઇને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા અત્રે ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ દિપસિહ રાઠોડ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જય સિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ દિપક ભાઇ કડીયા, નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉર્મિલા બેન સુમેસરા અગ્રણીઓ નિત્યાનંદ ભાઇ બ્રહ્મભટ્ટ, બળવંતભાઇ પટેલ, ગીરીશ ભાઈ પટેલ, નિકુંજભાઇ રામી, જગદીશ કિમતાણી, રાજેશ ટેકવાણી, વર્ષાબેન સથવારા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉપરાંત વર્ષોથી નગરપાલિકાની એમ્બ્યુલન્સ વાન બંધ પડી હતી. જે માટે અપક્ષ કોર્પોરેટર મોહસિન ભાઈ છાલોટીયાએ નગરજનો ની સુવિધા માટે વારંવાર રજૂઆત કરી હતી. તો પાલિકાએ સાંસદ દિપસિંહ રાઠોડ સમક્ષ ગ્રાન્ટ ફાળવવા માટે માંગણી કરી હતી. જેને લઇને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ૧૬ લાખ ૪૬ હજાર ફાળવવામાં આવ્યા હતા. તે નવી આધુનિક એમ્બ્યુલન્સવાન નું સાંસદ હસ્તે ગતરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.