(સંવાદદાતા દ્વારા )

પ્રાંતિજ, તા.૧૩

પ્રાંતિજથી પસાર થતા નેશનલ હાઈવે આઠ ઉપરથીી સિવિલ,સ્મશાન,કબ્રસ્તાન,આઇ.ટી.આઈ જવાનો વર્ષો જુનો રસ્તો બંધ કરતા નગરજનોએ વિરોધ કરી કામ બંધ કરાવ્યુ હતું. જો આ  રસ્તો બંધ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં  આંદોલનની ચીમકી નગરજનોએ ઉચ્ચારી છે. પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર હાલ રોડનુ સિક્સલેનનુ કામ ચાલે છે. ત્યારે અત્રેના નાનીભાગોળ થી સામેની બાજુએ આવેલ  માર્કડેશ્વર મહાદેવ મંદિર, સિવિલહોસ્પિટલ, આઇટીઆઇ , સ્મશાન ગૃહ,   કબ્રસ્તાન, ઘરડાંઘર જવાનો વર્ષો જુનો રસ્તો બધ કરવા સેન્ટીગ ભરવાનું શરૂ કર્યું હતું. જેનો સ્થાનિક રહિશોએ દોડી આવી વિરોધ કર્યો હતો. જો રસ્તો બંધ થશે તો  સામે જવા માટે ગ્રામજનોએ  બે કિલોમીટર નું અંતર કાપવું પડશે . જેથી નાનીભાગોળ તથા બજાર વિસ્તારના રહીશો સહિત નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા ,  કોર્પોરેટરો નિખીલભાઇપટેલ તથા ગોવિદસિંહ વગેરે દોડી આવ્યા હતા. તેમજ ચાલી રહેલ કામ બંધ કરાવી સ્વયં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ સેન્ટીગ  ખોલાવડાવી  લીધું હતું.હાલ મામલો થાળે પડ્યો હતો. ઉપરાંત જો આવનારા દિવસોમાં અહીં રસ્તો મુકવામાં નહી આવે તો ઉપસ્થિત લોકો દ્વારા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી  હતી .  આ વર્ષો જુનો રસ્તો ચાલુ રહેશે કે પછી ગ્રામજનો ને સામે જવા માટે બે કિલોમીટરના ચક્કર કાપવા પડશે ? એ રાજકીય આગેવાનો તથા લોકજાગૃતિ ઉપર જ આધારિત છે .તંત્ર લોકોની હાલાકી ધ્યાન લેશે ?