(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ તા.૧૯
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકિસન-રસી આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રજિસ્ટ્રેશન મુજબના ૫૧ કોરોના વોરિયર્સોને રસી આપવામાં આવી હતી. છેલ્લા દસ મહિનાથી દેશભરમાં કોરોનાની મહામારીથી લોકો ત્રસ્ત બન્યા હતાં. ત્યારે કેન્દ્ર સરકારના અથાગ પ્રયાસોના અંતે કોરોનાની રસી શોધીને તબક્કા વાર વિવિધ રાજયો તેમજ જિલ્લાઓમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના પગલે પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ ઓફિસર એ.એચ. સોલંકી તથા આરોગ્ય અધિક્ષક ડૉ.હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબકકે આરોગ્ય વિભાગમાં કોરોના વોરિયર્સોને રજિસ્ટ્રેશનમાં નોંધણી થયાં મુજબ રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.