ડાયમંડ જ્યુબિલી મુલાકાત શ્રેણી અંતર્ગત ભારતની દસ દિવસની મુલાકાતે પધારેલા આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન તથા શીયા ઈસ્માઈલી મુસ્લિમોના ઈમામ હીઝ હાઈનેસ આગાખાન ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની મુલાકાત દરમ્યાન તેઓ મુખ્યમંત્રીને પણ મળશે જ્યારે ગુરૂવારે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે પ્રિન્સ આગાખાનને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને આવકાર્યા હતા.