અમદાવાદ, તા.ર૦
આગાખાન ડેવલોપમેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન તથા શિયા ઈસ્માઈલી મુસ્લિમોના ઈમામ હીઝ હાઈનેસ આગાખાનનું ભારત સરકારના આમંત્રણ પર ભારતની દસ દિવસીય મુલાકાત પર નવી દિલ્હી ખાતે આગમન થયું છે.
આ મુલાકાત એ ડાયમંડ જયુબિલીના સમારંભ સાથે સંબંધ ધરાવતા મુલાકાતોની શ્રેણી છે જે શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમુદાયના ઈમામ તરીકે તેમના નેતૃત્વની ૬૦મી વર્ષગાંઠને ચિહ્ન કરે છે. આગાખાનની જયુબિલીઓ પરંપરાગત રીતે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસના પ્રોજેકટસનો પ્રારંભ અથવા આગળ લાવવાની તકો પૂરી કરી છે. તેમાં હોસ્પિટલો, યુનિવર્સિટીઓ, સાંસ્કૃતિક અને નાણાકીય સંસ્થાઓના વિકાસનો સમાવેશ થાય છે. જે તમામ પશ્વાદભૂમિકા અને ધર્મોના લોકોને સેવા આપે છે.
ર૧મી ફેબ્રુઆરીએ ભારતના વાઈસ પ્રેસિડેન્ટ એમ. વૈકેંયા નાયડુ સાથે મળીને આગાખાન દિલ્હીમાં ૯૦ એકર સિટી પાર્કની સુંદર નર્સરીનું ઉદઘાટન કરશે. આ પ્રોજેકટ આગાખાન ટ્રસ્ટ ફોર કલ્ચર દ્વારા હાથ કરવામાં આવ્યા છે. જે એક દાયકાથી વધુ માટે હુમાયુના મકબરા-દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક અનન્ય શહેરી નવીકરણ પહેલ હાથ ધરવામાં રોકાયેલા છે.આ પ્રોજેકટ આગાખાનની માન્યતા પર આધારિત છે કે સાંસ્કૃતિક વારસો પરિવર્તન માટે શકિતશાળી ઉત્પ્રેરક બની શકે છે.
અહીં દિલ્હીની સુંદર વન નર્સરીમાં ર૮૦ વૃક્ષની જાતોના ર૦,૦૦૦ રોપાઓ વાવવામાં આવ્યા છે. જે આ સુંદર નર્સરીને પ્રથમ વૃક્ષોધાન બનાવે છે ૮૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ નિહાળી શકાય છે જેથી હરિયાળીએ વધુ સુંદરતા સાથે જર્જરિત નર્સરીનું સ્થાન લીધુ છે. આ વિસ્તારના ૧પ સ્મારકોમાંથી ૬નું સંરક્ષણ અને સ્થળ દ્રશ્યનું પુનઃસ્થાપન બાદ વર્લ્ડ હેરિટેજ સ્મારકો તરીકે નિયુકત કરવામાં આવ્યા છે અને સુવિધાઓ જેવી કે એમ્ફિથિયેટર જેવી સગવડો ઉભી કરવામાં આવી છે અને વધુ આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ અને વિકાસનો પ્રયાસ સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડેવલપમેન્ટ, ભારતના પુરાતત્વ સર્વેક્ષણ અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ભાગીદારીમાં છે. સુંદર નર્સરીએ આગાખાન ટ્રસ્ટ ફોર કલ્ચર દ્વારા વિકસાવવામાં આવેલા શહેરી વિસ્તારનો ૭મો પાર્ક છે. જયારે પ્રીન્સ આગાખાન દિલ્હીમાં હશે. ત્યારે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ અને પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને મળશે તેઓ અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઈ જશે, જયાં તેઓ ગુજરાત રાજયના ગવર્નર અને મુખ્યમંત્રી તેલંગાના રાજયના ગવર્નર, મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર રાજયના ગવર્નર અને મુખ્યમંત્રીને મળશે. ર૦૧પમાં નામદાર આગાખાનને ભારતમાં સામાજિક વિકાસ માટે તેમના યોગદાન માટે પદ્મવિભૂષણ એવોર્ડ એનયાત કરવામાં આવ્યો હતો. એમ આગાખાન ડેવલોપમેન્ટ નેટવર્કની એક યાદીમાં જણાવાયું છે.
પ્રિન્સ આગાખાન ભારતની દસ દિવસીય મુલાકાતે

Recent Comments