(એજન્સી) લખનૌ, તા.ર૧
ઉત્તરપ્રદેશના રાયબરેલીથી સદર ધારાસભ્ય અદિતિ સિંહને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. તેઓ કોંગ્રેસમાં મહિલા વિંગના મહાસચિવ પણ હતા. પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો છે. પાર્ટીના આ નિર્ણય પર અદિતિ સિંહે કહ્યું હતું કે નિર્ણયનું સ્વાગત કરે છે. એક દિવસ પહેલાં જ અદિતિએ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ચાલી રહેલા બસ પોલિટિક્સમાં ટ્વીટ કરીને પોતાની જ પાર્ટીને નિશાના પર લીધી હતી.
અદિતિ સિંહ પર કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવાનો આરોપ મૂકયો છે. અદિતિ સિંહને પાર્ટીએ કારણ બતાવો નોટિસ રજૂ કરીને જવાબ માંગ્યો છે. હાલ તેઓ પાર્ટી અને પાર્ટીના મહિલા વિંગના પદાધિકારીના પદ પરથી સસ્પેન્ડ રહેશે.
આપને જણાવી દઇએ કે યુપી સરકાર અને પ્રિયંકા ગાંધીની વચ્ચે ચાલી રહેલા બસ પોલિટિક્સને લઇ કોંગ્રેસના ધારાસભ્ય અને ગાંધી પરિવારના ખૂબ જ નજીક મનાતા અદિતિ સિંહ જ કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો બસો છે તો રાજસ્થાન, પંજાબ, અને મહારાષ્ટ્રમાં કેમ મૂકતા નથી? તેમણે કોંગ્રેસને જ કહ્યું કે આ કોરોના સંકટમાં નીચલી કક્ષાનું રાજકારણ ના કરો.
પ્રિયંકા ગાંધીને ઘેરનારા કોંગ્રેસના ધારાસભ્ય અદિતિસિંહની પાર્ટીમાંથી હકાલપટ્ટી

Recent Comments