બાવળા, તા.ર
ગ્રામજનો, વડીલો તથા જ્ઞાતિબંધુઓ તાજેતરમાં બનેલી દુઃખદ ઘટના (દીકરી પ્રિયાંશીના અપમૃત્યુ)ની પાછળ ઘણા અસામાજિક તત્વો આવી ભોળી ભલી દીકરીઓને તેમની વાતોમાં ફસાવી અને તેમને આવું આત્મઘાતી પગલું ભરવા મજબૂર કરે છે. આવા અસામાજિક તત્વોને તેમના ગુનાની કડકમાં કડક સજા મળે અને દીકરી પ્રિયાંશીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી તા.૩/૨/૧૮ને શનિવારે આખો દિવસ સવારથી જ સંપુર્ણ-જડબેસલાક બાવળા બજાર બંધ રાખીને શનિવારે સવારે ૧૦/૩૦ દેવ આર્કેડ (આ.કે.વિદ્યામંદિર સર્કલ)થી મૌન રેલી લઈ મામલતદાર કચેરી જશે. ત્યાં મામલતદારને આવેદનપત્ર આપીશું. તો લોહાણા સમાજના દરેક જ્ઞાતિ બન્ધુઓ તેમજ બાવળા ગામની દરેક જનતાને આ લોક જાગૃતિના કાર્યમાં અને અન્યાય સામેની લડાઈમાં સાથ સહકાર આપવા નગરજનોને વિનંતી કરવામાં આવી છે.ર