(એજન્સી) સિહોર, તા.૨૦
મધ્યપ્રદેશનાં સીહોર જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે.જિલ્લાની એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કેશિયર તરીકે નોકરી કરી રહેલા એખ યુવકે પોતાની પ્રેમીકાને રિઝવવા માટે ૬.૭૪ લાખ રૂપિયાની ચોરી કરી હતી. જો કે જ્યારે પ્રેમિકાએ તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો તેણે ૫ લાખ રૂપિયામાં આગ લગાવી દીધી હતી. આ સનસનીખેજ મુદ્દે પોલીસે સળગેલી ૫ લાખ રૂપિયાની નોટો જપ્ત કરી છે. ત્યાર બાદ કેશિયરની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત યુવક પાસેથી ૪૬ હજાર રૂપિયા રોકડા અને ૧.૨૮ લાખ લોકરમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. કંપનીનાં પૈસા લઇને થયો હતો ફરાર નસરૂલ્લાગંજ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તહસીલ મુખ્યમથક ખાતે સ્પન્દના સ્ફૂર્તિફાઇનાન્સ કંપનીમાં પ્રાઇવેટ ફાઇનાન્સ ચાલતું હતું. ગોટાળાનાં આોપમાં ધરપકડ કરાયેલ યુવક કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો હતો. યુવકનું નામ જીતેન્દ્ર હોવાનું સામે આવ્યો છે. તે મુળ હરદા ગામનો નિવાસી છે. તેનાં પિતાનું નામ ગબ્બુ સિંહ ગોયલ હતું. મળતી માહિતી અનુસાર કેશિયરની પાસે જ ઓફીસની ચાવી રહેતી હતી. પોલીસનાં અનુસાર ૧૭-૧૮ એપ્રીલની રાત્રે કેશિયર કંપનીની તિજોરીમાંથી ૬.૭૪ લાખ રૂપિયા લઇને ભાગી ગયો હતો. પોલીસે કર્યો ખુલાસો કેશિયર ગાયબ થવાનાં કારણે સ્પન્દનાં સ્ફૂર્તિ કંપનીમાં હોબાળો થઇ ગયો હતો. કંપનીનાં મેનેજર નસરુલ્લાગંજ પોલીસે આ અંગેની જાણ કરાઇ હતી. પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી હતી. માહિતીનાં આધારે એક ટીમ કન્નોદનાં બેરાવલ ગામે પહોંચીહતી. જ્યાંથી કેશિયરની ધરપકડ કરીને તેની પુછપરછ કરવામાં આવી તો ઘટનાનો પર્દાફાશ થયો હતો. પૈસા દેખાડી તે પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માંગતો હતો. જો કે યુવતીની સગાઇ થઇ ગઇ હોવાથી તે લગ્નની ના પાડી રહી હતી. જેથી ગુસ્સે ભરાઇને તેણે પાંચ લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી હતી. પોલીસે પંચનામું કરીને અર્ધ બળેલી નોટો જપ્ત કરી છે.