મોડાસા,તા.૩૦
પ્રેમમાં અંધ બની પ્રેમી-પંખીડાઓ તમામ મર્યાદાઓ હટાવી દેતા હોય છે પ્રેમિકાને મળવા પહોંચતા અનેક યુવકો પરિવારજનો અને ગ્રામજનોનો રોષનો ભોગ બન્યા છે કેટલાક કિસ્સામાં પરિવારજનો અને ગ્રામજનો પ્રેમી યુવકને જાહેરસ્થળ પર લાવી તેની સાથે તાલિબાની સજા કરવામાં આવતી હોવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એક ગામમાં યુવક-યુવતીની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો યુવતીના પરિવારજનો અંદેશો આવી જતા યુવતીને ઘરે રાખતા હતા. પ્રેમમાં પાગલ બનેલ યુવક યુવતીના ઘરે બાઈક લઈ મળવા પહોંચતા પરિવારજનોએ યુવકને ઝડપી પાડ્યો હતો અને ઝાડ સાથે રસ્સીથી બાંધી દઈ થોડા સમય પછી રસ્સીથી બાંધેલી હાલતમાં યુવતીના પરિવારજનો અને ગ્રામજનો યુવકને ગામ બહાર મુકવા જતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી હતી.