(એજન્સી) મુંબઈ, તા.૭
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાનીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે તેની બીજી દીકરી અને બોલિવૂડ અભિનેત્રી જોયા મોરાનીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોયા બોલિવૂડ ફિલ્મોમા કામ કરી ચૂકી છે, તે ૧૦ વર્ષથી બોલિવૂડમાં સક્રિય છે. હાલમાં તે ફિલ્મોમાં ક્યારેક જોવા મળે છે. જોયાના પિતા બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાનના નજીકના મિત્ર છે. શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોયાના પિતાએ બોલિવૂડ કારકિર્દી શરૂ કરી હતી અને આજે તો એક ખુબ મોટું નામ છે. પરંતુ જે બિલ્ડિંગમાં મોરાની પરિવાર રહે છે તેનું નામ શગુન છે. આ સમયે સમગ્ર બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. શાજાના પરિવારના ૯ સભ્યોની પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કરીમ મુંબઇના જુહુ વિસ્તારમાં તેના આખા પરિવાર સાથે રહે છે. તેમજ આ જ વિસ્તારમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સના નિવાસ સ્થાન છે. જુહુમાં આ એક જ ઘરમાં પોઝિટિવ કેસ નોંધાયો છે. એટલે હવે ત્યાં રહેતાં બધા જ બોલિવૂડ સ્ટારને પણ કોરોના ચેક કરવામાં આવશે અને રિપોર્ટ કરવામાં આવશે. બંને બહેનો જ્યાં જુહુમાં રહે છે ત્યાં બીગ બી, ઋતિક રોશન જેવા મોટા સિતારા પણ રહે છે.