અમદાવાદ, તા.૧૫
ગુજરાત યુનિવર્સિટીથી માત્ર વિદેશી વિદ્યાર્થીઓ જ દૂર રહ્યા નથી. પ્રોફેશનલ કોર્સમાં મોટી સંખ્યામાં સિટો હવે ખાલી દેખાઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેશનલ કોર્સમાં ખાલી સિટો તરફ નજર કરવામાં આવે તો અડધાથી વધુ સિટો ખાલી દેખાઈ આવી છે. ખાલી રહેલી સિટોની સંખ્યા દર્શાવે છે કે, રાજ્યની અંદરના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારના કોર્સથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યા છે. ટેકનિકલ કોર્સ માટે મંજૂર કરવામાં આવેલી ૨,૪૦,૦૦૬ સિટો પૈકી ૫૬ ટકા સિટો અથવા તો ૧,૩૫,૧૭૨ સિટો ખાલી રહી ગઈ છે. ૨૦૧૯-૨૦ માટેના આંકડા આ મુજબની બાબત રજૂ કરે છે. આ આંકડાઓ હાલમાં જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વાઇસ ચાન્સલરોની ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શિક્ષણમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારે કેટલીક બાબતોમાં વિસ્તારપૂર્વક ધ્યાન આપવાની શરૂઆત કરી છે. યુનિવર્સિટીઓને જરૂરી પગલાં લેવા માટે સરકારે સૂચના આપી છે. આ ખાલી જગ્યાઓને ભરવા માટે ૨૦૨૦-૨૧ માટે યોજના તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં જુદા-જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી. જુદા- જુદા વિષય પર વાતચીતની સાથે-સાથે અન્ય પાસાઓ ઉપર પણ ચર્ચા થઇ રહી છે. ૧૯ યુનિવર્સિટીમાંથી ડેટા દર્શાવે છે કે, ૩૧૪ ડિગ્રી કોર્સ અને ૨૫૭ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ અને નવ પીજી ડિપ્લોમા કોર્સના ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે, ૨,૧૩,૯૩૩ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે જે પૈકી માત્ર ૫૭૬ વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા છે. સરકારનું ધ્યાન મુખ્યરીતે શિક્ષણની ગુણવત્તા પર રહે તે જરૂરી છે. સિટો ભરવાના પ્રયાસ વધે તેમ પણ જરૂરી છે. વિદેશી યુનિવર્સિટી પાસેથી વિદ્યાર્થીઓ મેળવવાની બાબતમાં સુધારો થાય તે જરૂરી છે. આના માટે શૈક્ષણિક ધારાધોરણને પણ સુધારવાની જરૂર છે. ત્રણ તબક્કામાં એક્શન કાર્યક્રમોને પડકારોને પહોંચી વળવા માટે હાથ ધરવાની જરૂર છે.

પ્રોફેશનલ કોર્સમાં સ્થિતિ
ગુજરાત યુનિવર્સિટીથી માત્ર વિદેશી વિદ્યાર્થીઓ જ દૂર રહ્યા નથી. પ્રોફેશનલ કોર્સમાં મોટી સંખ્યામાં સિટો હવે ખાલી દેખાઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેશનલ કોર્સમાં ખાલી સિટો તરફ નજર કરવામાં આવે તો અડધાથી વધુ સિટો ખાલી દેખાઈ આવી છે. પ્રોફેશનલ કોર્સમાં સ્થિતિ નીચે મુજબ રહી છે.
વર્ષ ખાલી સિટો
૨૦૧૫-૧૬ ૯૬,૮૫૦
૨૦૧૬-૧૭ ૧,૦૫,૭૩૪
૨૦૧૭-૧૮ ૧,૧૧,૩૨૭
૨૦૧૮-૧૯ ૧,૦૨,૭૧૮
૨૦૧૯-૨૦ ૧,૩૫,૧૭૨