(એજન્સી) તા.૧૨
મોટા ભાગના લોકો કોવિડ-૧૯ની સ્વાસ્થ્ય પર થતી અસરો બાબતે જાગૃત થયા છે, પણ ખૂબ જ ઓછા લોકો હશે જેઓ વિચારતા હશે કે કાયદાકીય વ્યવસાય અને શિક્ષણવિદો એના માટે શું વિચારી રહ્યા છે. લોકડાઉને કાયદા સાથે જોડાયેલ બધા લોકો (પ્રથમ વખત ન્યાયતંત્ર સમેત)ને આરામના જીવનથી દૂર રહેવા મજબુર કર્યું અને વર્ચુઅલ સમય આવી ગયો. આપણામાંથી ઘણા બધા પ્રથમ વખત ટેકનોલોજી સાથે જોડાયા અને કાગળ વિના કામ કરવા માટે ડિજીટલ ટેકનોલોજી અને ઓનલાઈન પ્લેટફોર્મ માટે પ્રોત્સાહિત થયા. પ્રોફેસર નઝમા મુસા ફેકલ્ટી ઓફ લો ખાતે વરિષ્ઠ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને મુસ્લિમ ફેમિલી લો માટે ખૂબ જાણીતા વિશેષજ્ઞ છે. એમનું કાયદાના શિક્ષણ વિભાગમાં કેરિયર ૩૦ વર્ષથી ચાલી રહ્યું છે અને તેઓ કાયદા વિભાગમાં પ્રથમ અશ્વેત વડા હતા અને દક્ષિણ આફ્રિકન લો ફેકલ્ટીમાં પ્રથમ મહિલા ડીન હતા. તેઓ નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન સ્તરના રિસર્ચર છે. દક્ષિણ આફ્રિકન લો રીફોર્મ કમિશનના બે પ્રોજેક્ટનો ડ્રાફ્ટ કરવામાં આપેલ યોગદાન એમની રીસર્ચના સીમાચિન્હોમાં સામેલ છે. એમણે ખૂબ જ ઉચ્ચ સ્તરના લેકચરો સ્થાનિક અને વિશ્વમાં યોજાયેલ કોન્ફરન્સોમાં આપ્યા છે. એમની પાસે કાયદાની ચાર ડિગ્રીઓ છે. એમને એલ.એલ.એમ. અને એલ.એલ.ડી.ની બંને ડીગ્રીઓ પ્રથમ એમને યુ.ડબ્લ્યુ.સી.માં અપાઈ હતી અને આ બંને ઇસ્લામિક લો ઓફ સકસેશન અને મુસ્લિમ પર્સનલ કાયદાઓમાં આપેલ યોગદાન બદલ આપવામાં આવી હતી. આ ક્ષેત્રમાં એમણે અમુક પુસ્તકો પણ લખ્યા. ઓગસ્ટ ૨૦૧૯માં એમને ઉચ્ચ શિક્ષણવિદ તરીકે વુમન ઇન લો સાઉથ આફ્રિકા એવોર્ડ માટે નામાંકિત કરાયાં હતા. પણ ૨૦૨૦ના વર્ષે પ્રોફેસર નઝમા મુસા પર આશ્ચર્યજનક અસર કરી હતી. એમણે જણાવ્યું, “મેં પોતાના કાર્યનું સમતોલન ગુમાવ્યું અને કોવિડ-૧૯નો ભોગ બની અને એ જ સમયે પ્રથમ વખત હું પોતાની જાત સાથે આત્મસાત થઇ. હું રોજે રોજની તૈયાર થવાના ઝંઝટ અને બિન સ્વાસ્થ્યવર્ધક ભોજન ખાવાથી મુક્ત થઇ. મેં પોતાનું ખૂબ ઉત્તમ રીસર્ચ કર્યું અને વ્યવસાયિક નેટવર્ક સાથે જોડાઈ. જો તમે પોતાના કામને પસંદ કરો છો ત્યારે સમય અને સ્થળ અસંગત બની જાય છે.