(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
દેશભરમાં હાલમાં ચકચાર બનેલા રેપના બનાવોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં આજે જૂનાગઢના પ્લાસવા ગામે એક ફાર્મમાં ગુજારવામાં આવેલા બળાત્કારના આરોપીને વડોદરા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પ્લાસવા ગામે એક ફાર્મમાં તા.૨૯મીએ એક યુવતિ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા નેજા હેઠળ તપાસ કરતી એક ટીમે વડોદરા નજીક ડભોઇ રોડ પર આવેલા કપુરાઇ ગામ પાસે છાપો મારી બળાત્કારી રમણ ઉર્ફે ભૂરો નટુભાઇ રાઠોડિયા (ઉ.વ.૪૯)ને ઝડપી પાડ્યો હતો. બળાત્કારી રમણને ગંધ આવી જતાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે અગાઉથી ચોકસાઇ રાખી વિસ્તારને કોર્ડન કરી લીધો હોવાથી રમણ ભાગવામાં સફળ થયો ન હતો. પોલીસ બળાત્કારીને લઇને જૂનાગઢ રવાના થઇ હતી.